મારી ઇચ્છા ને આધીન, તારા દુખ ને હું ચાહુ.
તું વાવે કાંટા, ને હું ગુલાબ ઉગાડું.
સંભાળી ને રાખજે સપના તારા,
રંગો ભરી ને, હું આ રંગમચ પર લાવું,
વિચાર કાઇ એવો હતો,
આંખો ના જામ છલકાવું,
ધીમા, મધ્ધમ તેજ વચ્ચે સપના બતાવું.
રસ્તા ચાલે છે અને સમય ઊભો છે.
વિના મદીરા એ નશો ચડયો છે.
ગમગીન અવસ્થા માં હસી પડું છું,
અને હસતા હસતા રડી પડું છું.
તૂટતી જાય છે આ હસ્તી મારી,
હવે તો કોઈ પાત્ર વગરનો હું પ્રેમ કરું છું.
ગુલાબ કરતા કાંટા મને ગમ્યા,
સ્વભાવ પકડી રાખી ને મને પ્રેમ કરતા એ ગમ્યા.
બે ઘડી ની એ ખૂશ્બુ શું કામ ની? ગુલાબ,
જયારે એ કાંટા મને જિંદગી ભર નડયા. #kavyotsav