#કાવ્યોત્સવ
વિષય- લાગણી
લાગણી નો ધોધ અવિરત વરસી રહ્યો.
કેહવાને હુ તને કાંઇ તરસી રહ્યો.
મંદ મંદ વાતા પવન એ આદત તારી પાડી.
જેમ ધોર જંગલ મા હોય ઝાડ ને જાળી.
લાગણી નો ધોધ અવિરત વરસી રહ્યો.
કેહવાને હુ તને કાંઇ તરસી રહ્યો.
તેથી જ ચમકે છે ચાંદ જેમ તારો આ ચેહરો
મારા દિલ ની લાગણીઓ પર તારો જ પેહરો.
લાગણી નો ધોધ અવિરત વરસી રહ્યો.
કેહવાને હુ તને કાંઇ તરસી રહ્યો.
સ્મિત તારી લાગણીઓ નુ મારા પર વેરાયુ.
સવાર - સાંજ તારુ જ નામ લાગણી ઓ મા લહેરાયુ.
લાગણી નો ધોધ અવિરત વરસી રહ્યો.
કેહવાને હુ તને કાંઇ તરસી રહ્યો.
મારા દિલ ની કેવી છે આ લાગણી
વારે વારે તને જોવા કરે છે માંગણી
લાગણી નો ધોધ અવિરત વરસી રહ્યો.
કેહવાને હુ તને કાંઇ તરસી રહ્યો.
વર્ષો વિત્યા પણ તને કાંઇ કહી ના શક્યો.
તારા વગર હુ એક પળ રહી ના શક્યો.
લાગણી નો ધોધ અવિરત વરસી રહ્યો.
કેહવાને હુ તને કાંઇ તરસી રહ્યો.
મજાનો છે તારો અને મારો આ ભવ.
છલોછલ લાગણી નો થયો છે અનુભવ.
લાગણી નો ધોધ અવિરત વરસી રહ્યો.
કેહવાને હુ તને કાંઇ તરસી રહ્યો.
Written By...$@ndy..