એકડાને આવ્યો તાવ ,
એમાં થઈ ગયો ઢીલો સાવ ...
બગડાને તો નિશાળે પડી ગઈ છે રજા ,
ત્રગડાને તો આખો દિવસ રમવાની મજા ...
ચોગડો ચારેબાજુ બસ કરે દોટમદોટ ,
પાંચડો તો રમ્યા કરે ,ભણવામાં સૌથી ઠોઠ ...
છગડો તો બેઠો બેઠો કરે કાગળની નાવ ...
બટકા સાતડાભાઈને માથે લટકે ચોટી ,
આઠડાને ભાવે નહીં ઘીથી લપલપ રોટી ...
રોજેરોજ નવડો ખાય નવી નવી વાનગી ,
દસડો ધમાલ કરતો બેસે ન છાનો કદી ...
જો મીંદડું આવશે તો વધી જશે ભાવ ,
એકડાને આવ્યો તાવ ...