#Kavyotsav
' પ્રેમ, લાગણી ' ' beat મારી ધડકન '
' beat મારી ધડકન, આરંભ તું અંત તું, શ્વાસ તું અહેસાસ તું, પ્રેમ તું લાગણી તું, મારું અનોખું વિશ્વ તું '
મારા અસ્તિત્વ ના દિવસથી તું સાથે છે મારી,
હા તું એ જ મારી Beat, મારી ધડકન છે મારી...!!!
મારા અસ્તિત્વ નો આરંભ થયો તારા થકી,
અંત સમય સુધી સાથ એવોજ રહેશે તારા થકી...!!!
તે શીખવી લાગણીઓ ની વાણી, એને જાણી,
પ્રેમ આપ્યો અદ્ભુત જાણે તું જ અસ્તિત્વ મારું...!!!
મારું અનોખું વિશ્વ સર્જાયું, એ માત્ર તારા થકી,
તારા આલિંગનમા રહી હું મારાથી ઓળખાયો...!!!
એકે એક ખુશી થી તે અવગત કરાવ્યો મને,
જાણે જીવન જીવવાની કળા જ શીખવાડી દીધી...!!!
મારા ઉદ્વેગો થયા શાંત, મન ને આવ્યો નવો વિચાર,
જ્યાં હોય સાથ તારો, ત્યાં જ તો છે વિજય મારો...!!!
મારાથી થઈ એક ભુલ, જેથી થયા તારા સપના ધૂળ,
તારા અસ્તિત્વ સાથે જાણે હું રમ્યો, હું રમ્યો...!!!
તું માફ નહીં કરે મને, છતાં સાથ નિભાવીશ મારો,
હું જાણું છું કે તું આજીવન રહીશ સાથે મારી...!!!
ધડકનમાં એ વર્તાય છે કે એ મંદ પડતી જાય છે,
આ અંત છે મારા જીવનનો, ગમે ત્યારે છૂટી જશે...!!!
મારું વિશ્વ વિખેરાઈ જશે, અંત મારો થઇ જશે,
એને દુખી કરી હું શું જવાબ આપીશ ઉપર પ્રભુ ને...!!!
એ મારી beat ધડકન જે અસ્તિત્વ હતું મારું,
મેં એને દુખી કરી જે પ્રભુ ની દેન હતી, વિશ્વ હતી...!!!
એ એનું કામ કરેજ છે, અવિરત મારામાં ધબકે છે,
અહેસાસ અપાવે છે, હું તો એવીજ છું તારી સાથે...!!!
બને તો મને માફ કરજે, ફરી આવોજ સાથ આપજે,
આવતા ભવમાં પણ સાથે રહેજે, મારો શ્વાસ બનજે..!!
એકલતા માં ખોવાઈ જવું છે હવે મારે એ જ વિકલ્પ,
તારી સાથે વિતાવેલ પળોમાં ફરી જીવી જવું છે...!!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...