#kavyotsav
જાણું છું હું ..
છતાં અજાણ્યો ચહેરો..
આંખોમાં રમતો
સપનામાં ભમતો
એક અજાણ્યો ચહેરો...
રોજ ખોજતો
એને જોઈને હસતો
જાણે એ મને આવી મળતો
એક અજાણ્યો ચહેરો..
હરપળ મારી સાથે રમતો
દૂર છતાં મારી સાથે ફરતો
મારા સપનામાં મને જ પ્રશ્ન પૂછતો
એક અજાણ્યો ચહેરો..
હું થરથરતો
એની 'ના' ના વિચારથી જ ડરતો
આ તો વિચારોની દુનિયા જેમાં હું હરરોજ તરતો...
આ તો એક બંધન,મેં એક તરફુ બાંધ્યું
જેને મારા સપના અને એની ખુશીઓથી સાંધ્યું
મળે કે ના મળે હવે અજાણ્યો ચહેરો..
મેં તો એના જવાબ નું મૂલ્ય એની ખુશીઓ થી જ આંકયું..
થોડા મહિના પહેલા ક્રશ એટલે શું ? મને કેમ કોઈના પર ક્રશ નહિ થતો? આવા પ્રશ્નનો હતા.જ્યારથી તમારી પેલી પેન્ટિંગ વાળી પોસ્ટ અને તેની પાછળ નું થીંકીંગ જોયું તો મને લાગ્યું કદાચ આ ક્રશ હોઈ શકે!! ના ના એની ક્રિએટિવિટી પ્રત્યે એટ્રેકશન થયું લાગે એમ મેં ખુદને સમજાવી બધું આટોપી લીધું. પણ ત્યાર પછી ખબર નહિ કે શું થયું પણ તમારા લાસ્ટ સીન જોવાની આદત થઈ ગઈ. ન દેખાય છતાં પ્રોફાઈલ પિક્ચર જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જયારે active now બતાવે ત્યારે વાત કરવાની બહુ ઈચ્છા થતી પણ આ બધું એટ્રક્શ?ન હશે આમાં કોઈની જિંદગીમાં દખલગીરી ના કરાય આવું કહી ખુદને વાળતો... પણ ત્યાર પછી આ આદત બની ગઈ,મને થયું કે મારી ફિલિંગ કહી દઉં પણ આ ડરે મને રોકી દીધો... આજ હું હિંમત કરી આ મેસેજ કરું છું.મેં મેસેજ એટલા માટે કર્યો કેમ કે છેલ્લા થોડા દિવસથી તમારી જોડે વાતો કરવાની બહુ ઈચ્છા થતી અને મનમાં થોડો ગૂંચવાટો રહેતો... અને પહેલા વાતો કરવી પછી ફ્રેન્ડશીપ.. એ બધુ મને નહિ આવડતું યાર... માટે હું જે અનુભવું એ કહેવામાં માનું છું. હું જાણું છું કે જો તમે મારા ક્રશ છો એનો મતલબ એ નથી કે તમે પણ મને પસંદ કરો છો... આ વાંચ્યા પછી તમારા રિએક્શન શુ હશે એ હું નહિ જાણતો, અને એવું પણ નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ દુઃખ પહોંચે... માટે સોરી...
જો ખોટું કે આડુંઆવડું લાગ્યું હોય તો મેસેજ કરી કહી દેજો બ્લોક નહિ કરતા કેમ કે તમારું લાસ્ટ સીન અને પ્રોફાઈલ પિક્ચર જોવાની આદત છે?
#ક્રશને પ્રેમ ભર્યો મેસેજ?