ગઝલ...
હૃદયમાં હામ રાખી ચાલનારી આજની નારી,
કદી ના દુઃખમાં પણ હારનારી આજની નારી.
કરે મા બાપની સેવા હૃદયથી જિંદગીભર એ,
હૃદયમાં લાગણીઓ રાખનારી આજની નારી.
ભલેને આધુનિક યુગ લાગતો આજે ય વખ જેવો,
છતાં હિંમત કરીને જીવનારી આજની નારી.
નથી કોઈ હવે ડર આવનારી આફતોનો પણ,
બધીયે આફતોમાં જીતનારી આજની નારી.
હૃદયમાં તો વહે છે પ્રેમનો સાગર સદા મિત્રો,
જીવનમાં સૌને આદર આપનારી આજની નારી.
બને ક્યારેક રણચંડી બને ક્યારેક મીરાં પણ,
સમયને કાયમી સંભાળનારી આજની નારી.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)