બસ એક ટ્રેનમા બેઠેલા મુસાફર જેવી થઈ ગઈ છે જિંદગી..
વસંત પણ જોઈ છે અને પાનખર પણ જોઈ છે બારીમાથી..
કેટલાય લોકો મળ્યા સ્ટેશન પર..
અને ઊતરી પણ ગયા બીજાસ્ટેશન પર.
અેકબીજાને અમે ખુબ જ સાચવ્યા,
જેટલો પણ સમય વિતાવ્યો અેમણે મારી સાથે
હજી ઘણુ આવવાનુ બાકી છે
હજી ઘણા મુકામો બાકી છે
કોઈને ખબર નથી રસ્તો,છતાં બેસી ગયા છે બધા મારી સાથે
ટિકીટમાં લખાયા છે જેટલા કિલોમીટર,
અેટલા જ કાપે છે લોકો મારી સાથે.
હું તો વિચારુ છુ,
મારા જેટલો લાંબો પ્રવાસ કેમ નથી કરતુ કોઈ મારી સાથે.
હુ રોકી નથી શકતી અે લોકોને,
જે ઊતરી જાય છે અેમના મુકામે..
પણ અેમની યાદો રહી જાય છે,
મારી આંખોના કોઈક ખુણે..
પણ ખુશી તો ત્યારે મળે છે..
જ્યારે અે લોકો કહીને જાય છે..
ખુબ મજા આવી અમને તારી સાથે.*