જેમ અત્તરની શીશી ઢોળાઈ જાય છે,
અને એની સુવાસ બધે ફેલાઈ જાય છે ..
અેમ જ સરલ ની સરલતા બધાને ગમી જાય છે..
ઊઁચા પહાડોની વચ્ચેથી જેમ નદી
ખળ ખય વહી જાય છે
એમ જ તારુ નિર્દોષ હાસ્ય ,
રડતા ને પણ હસાવી જાય છે.
લાગણી નો દરિયો ને સ્નેહ નો સાગર છે તુ..
દર્દ નો હમદર્દ ને ખુશીઓની ગાગર છે તુ..
તારા શબ્દોની નિરવતા મનને શાઁતિ અપાવી જાય છે..
અેમ જ સરલ ની સરલતા બધાને ગમી જાય છે..
દોસ્તી ચાહે રહે ન રહે , મારા શબ્દોની મિઠાસ તારી સાથે રહેશે.
સાઁભળ્યુ છે કે જિંદગી ના રસ્તાઓ હરપલ બદલાય છે.
અને તારા જેવા દોસ્ત મીઠી યાદ બની ને રહી જાય છે.
અે દોસ્ત કેમકે સરલની સરલતા બધાને ગમી જાય છે..