ગામડુ કોને કહેવાય ??

ગામડામાં વસ્તી નાની હોય ..
પણ ઘરે ઘરે જ્ઞાની હોય ...

આંગણિયે આવકારો હોય ...
  મહેમાનો નો મારો હોય ...

ગામમાં 'ચા ' પાવાનો ધારો હોય ,
  વહેવાર એનો સારો હોય ...

એ રામ-રામનો રણકાર હોય ,
  જમાડવાનો પડકારો હોય ...

સત્સંગ મંડળી જામી હોય ,
   બેસો તો ,સવાર સામી હોય ...

જ્ઞાનની વાતો બહુ નામી હોય ,
   જાણે સ્વૅગ ની ખામી હોય ...

વહુને સાસુ ગમતા હોય ,
   ભેળા બેસી જમતાં હોય ...

બોલવામાં સમતા હોય ...
   ભૂલ થાય તો નમતા હોય ...

છોકરાં ખોળામાં રમતાં હોય ...
આવી 'માં' ની મમતા હોય ...

''ગઈઢ્યા ''છોકરાઓને સંભાળતા હોય ...
ચોરે બેસી રમાડતા હોય ...

સાચી દિશાએ વાળતા હોય ...
બાપના બોલ સૌ પાળતા હોય  ...

નીતિ નિયમ ના શુદ્ધ હોય ...
    માગે પાણી ત્યાં હાજર દૂધ હોય ...

ત્યાં જોગમાયા ના જતન હોય ...
માનવી મોતીના રતન હોય ...

શીતળ વાયુ વાતો હોય ...
ઝાડવે જઈ ...અથડાતો હોય ...

મોર તે  દી' મલકાતો હોય ...
ગામડાનો મહિમા ગાતો હોય ...
.
.
.
આને કે'વાય ગામડું વાલા ...

Gujarati Quotes by jagrut Patel pij : 111029615
jagrut Patel pij 8 year ago

આભાર ...હિર

Heer Ahir 8 year ago

vahh jagrut aekadam sachu

jagrut Patel pij 8 year ago

આવી જાઓ ગમે ત્યારે ...સ્વાગત છે

ધબકાર... 8 year ago

જાગૃત...હું ગમે ત્યારે આવીશ...મારું બુકિંગ રાખજે...

jagrut Patel pij 8 year ago

હાલો તો આવી જાઓ બધા ગામડે ...અમે તો ગામડે જ પહેલાંથી જ

Komal Chovatiya 8 year ago

હાલો ભેરુ ગામડે....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now