_*જરૂરી હતું*_
જીવનમાં એક વ્યક્તિ જરૂરી હતું
એના અભિમાન થી એ મસ્ત હતું
વિચારોથી મારા એ ઘણું દૂર હતું
*છતાં પણ એ વ્યક્તિ મારું હતું*..
*હવા મા વાત કરવાની આદત હતી*
ગમે ત્યાં ખોટા પાડવાની બીમારી હતી
*વિશ્વાસ કરવામાં ક્યારેય આવતો નતો*
_*અને દિલ તોડવામાં માં માહિર હતા*_
છતાં પણ એ વ્યક્તિ મારું હતું
*જુદી કરવાની એ સ્થિતિ હતી*
જીવન રંગમંચ જેવું ચાલતું હતું
_*બહાર ની દુનિયા અમને જોઈ તડપતી હતી*_
અમને ફરક પડતો નતો,અમે મજા કરતા હતા
જુદા થઈ ગયા, એ *સમય ની ઢાલ* હતી
*છતાં પણ એ વ્યક્તિ મારું હતું*
*સારું થવું એને સારું લાગતું નોતું*
અમારે ખરાબ થવુ નોતું
*એને આ વાત ગમતી નોતી*
અને જુદા થવાની જરૂર હતી
*સમય* એ આપ્યો સાથ ને પડાવી દીધા જુદા
આજે મને યાદ આવે છે એ _વ્યક્તિ_ *મારું હતું*
લડાઈ કરતા *લડવૈયા* ની જેમ
*વાતો કરતા ગુંડાઓ ની જેમ*
સમય આપતા *સૂર્ય ને ચંદ્ર* ના તફાવત ની જેમ
*છતાં અલગ થઈ ગયા એક ભૂલ ની જેમ*
*આજે લડાઈ થાય છે,તો યાદ આવે છે એનો ચહેરો*
*આજે સમય વધારે કોઈ ને દેવામાં યાદ આવે એનો ચહેરો*
*કેમ હવે મને ખબર પડશે,શું યાદ હસે તેને મારો ચહેરો*
_*સમય જતાં ઘાવ ભરાઈ ગયા*_
_*હવે તે અમને સાવ ભુલાઈ ગયા*_
_*હવે આવે મારી સામે એ તો કહી દેવાય*_
_*પ્રેમ માથી,નફરત મા આવી ગયા*_
*મહિનાઓ ચાલ્યા ગયા*
*વર્ષો ચાલ્યા ગયા*
*કેમ ફરી આવે છે નજીક એ*
*કે હજુ દેવાનો બાકી છે એક દર્દ નવો*
_બધા જુદા પડી ગયા_
_બધા સાથ છોડી જતા રહ્યા_
_યાદ તો મને હજી પણ આવે છે_
_હતા એ એક જરૂરી હતું મારી માટે_ ..
જરૂરી હતું..
લેખક ધવલ રાવલ
TRUST ON GOD