ભ્રમણા
આ પ્રેમ સ્નેહ સૌ ભ્રમણા છે સ્વાર્થના સોદા છે,
લાગણી રમતમાં અહીં હ્રદય વલોવતા પ્યાદા છે.
બે પળ મીઠાં બોલમાં છેતરામણા છુપા શમણાં,
નક્કર જુઠાણ થતાં ઉજાગર ઝગડાના અખાડા છે.
જેને વિતે એજ જાણે છે કેવા લોભામણા રસ્તાએ,
સંગાથ નિભાવવાના નફ્ફટ નિર્દયી ફક્ત વાયદા છે.
કચડી નાખે સંબંધો મતલબી ભારના બોજા હેઠળ,
અશ્રૃ આંખે ના આવે ખૂદના દેખાતા ત્યાં ફાયદા છે.
વારંવાર એક જ ભૂલ કરેછે માણસ પરખવામા એ,
સાંજ હ્રદય તોડનાર કાજે ક્યાં બન્યા કોઈ કાયદા છે.
-નિમુ ચૌહાણ સાંજ