મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું છું. આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે. જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક. નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય. લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ એની લંબાઈ નાની, 5 થી 10 હજાર શબ્દોની હોય. આ મારી સમજ છે.

1

MH 370 - 1

1. પ્રસ્તાવનામારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર છું.આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે.જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક.નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય.લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ ...Read More

2

MH 370 - 2

કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો હતો? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો હતો, સમુદ્ર સામે જોયા એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો હતો.સમય કેટલો વહી ગયો એ ખબર નથી. એણે વહ્યે રાખ્યું. હું એકલો અટુલો ઝાંખો ન જ પડયો.તો થોડી વાર પહેલાંના સમયમાં સ્થિર થઈએ.ઘડિયાળ કે કેલેન્ડર વગર આ નિર્જન જગ્યાએ સ્થળ, કાળ કહું? સુર્યની સ્થિતિ મુજબ જુલાઈ હોવો જોઈએ કેમ કે દિવસ ખુબ લાંબામાંથી સહેજ ટૂંકો થયો છે. સુર્ય સાવ ઉત્તર તરફથી સહેજ દક્ષિણે ગયો છે. ધ્રુવના તારા પરથી હું આ કહી શકું છું. મારી રિસ્ટવોચના બટનસેલ બે વર્ષથી બંધ પડી ગયા છે. હું ...Read More

3

MH 370 - 3

3. વિરાટ સામે બાથઆ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો, પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ તમને દેખાય છે એ તો મારું આજનું સ્વેપ છે. એ મારો આજનો સમયે પરાણે ધારણ કરાવેલો વેશ છે. આવા વેશમાં હું ઘણા વખતથી છું. કેટલો સમય વિત્યો હશે? કદાચ દસ વર્ષ થયાં હશે, એ એક વખતની મેં ઉડાવેલ પ્લેનની સીટના અવશેષો રેકઝીનનાં ચિંથરાં અત્યારે મારા અંગે વીંટ્યાં છે.મારી દાઢીવધી ગઈ છે, મૂછો ઘાસના પૂળા જેવી વિચિત્ર દેખાય છે. હું કોઈ વિકરાળ આદિમાનવ જેવો દેખાઉં છું ને? પણ હું કોણ છું? હું છું… એક પાયલોટ..અજાણ્યા ટાપુ પર ક્રેશ થયેલાં છતાં મેં ...Read More

4

MH 370 - 4

4. શું બન્યું એ દિવસે?હું 32000 ફીટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો. કલાકના 1000 નોટિકલ માઇલની ઝડપે. વિશાળ આકાશમાં પ્રભાત થોડી વાર હતી. માના ખોળે શિશુ સુવે એમ મારા પેસેન્જરો પાછલી રાતની મીઠી ઊંઘ માણી રહયા હતા. બૈજીંગ કંટ્રોલ ટાવરનો સંપર્ક હવે થશે એટલે એમને ઉઠાડીશ. આહ, કેવા ઉત્સાહથી તેઓ તેમના સગાવહાલાને ભેટશે, મળશે? સગાંઓ તો રાહ જોતાં ઉભાં જ હશે. મારી ફ્લાઇટ ક્યારેય મોડી ન જ પડે.મારા મનમાં મારૂં પ્રિય ગીત સ્ફુર્યું:“વિશાલ આ વિશ્વ તણો હું બનીશ એક વિમાની.નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઈં નાની….”.હાસ્તો. મારી દરેક ફ્લાઇટ હું પુરા હોંશથી ઉડાડું છું.મેં મારાં મુઠી જેવડાં હૃદયમાં મહત્વાકાંક્ષાઓ તો ...Read More

5

MH 370 - 5

5. અવકાશી તોફાનની એ ક્ષણોપણ હું ભગવાન ન હતો. મેં એક થડકાર સાંભળ્યો. એક આંચકો. આ બેય શબ્દો અત્યંત છે. બૉમ્બ ફૂટ્યો હોય એમ બહાર ભયાનક ગર્જના સાથે વિમાન ધણધણી ઉઠયું. હવાની એક જોરદાર થપાટે એ આડું પડયું અને ઘુમરડી ખાઈ ઊંધું પણ પડી ગયું. મેં મુશ્કેલીથી એને ફરી ઝટકા મારી ચત્તું તો કર્યું. ઓક્સિજન માસ્ક લેવા પેસેન્જરોને એનાઉન્સ કર્યું પણ વિમાન સ્થિર થાય તો એ લોકો મોં પર માસ્ક લઈ શકે ને? કાન ફાડી નાખે એવા મોટા ગડગડાટ અને સામે આંખો આંજી દે તેવો છેક ઉપરથી નીચે જમીન સુધી પ્રચંડ વીજ પ્રકાશ. મેં થાય એટલી ગતિ વધારી, વિમાન ...Read More

6

MH 370 - 6

6. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..ચારે બાજુ ઘોર અંધકાર. અમે દિશાહીન ચારે તરફ ખુલ્લા આકાશના ઘુમ્મટમાં ગુંજતી માખીની ગુંજન કરતા ફર્યે રાખતા હતા.મેં હનુમાનજીને યાદ કર્યા. મગજમાં એક ઝબકારો થયો. ઓહ! થોડી ક્ષણો પહેલાં મારા જમણા હાથે ગુલાબી રેખા જોયેલી એટલે કે પુર્વ. તો હું ઉત્તર ભણી જઈ રહેલો. બૈજિંગની નજીક? મેં તે દૈવી લાલિમા જોવા પ્રયત્ન કર્યો. ભગવાન આદિત્યને માર્ગ બતાવવા પ્રાર્થના કરી. પરંતુ આકાશી હિમાલય જેવડા વાદળ પુંજો વચ્ચે મને કઈં જ દેખાયું નહીં .ઠીક, તો હિમાલય મારી ડાબે હશે. તો થોડું ડાબે જવું સલામત રહેશે. લાકડી વગરના દિવ્યાંગની જેમ મેં દિશાહીને, અટકળે સુકાન ઘુમાવ્યું અને ...Read More

7

MH 370 - 7

7. અજાણી જગ્યાએ ઉતરાણઅરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તરને દક્ષિણે.થોડી વાર એમ ને એમ ઉડ્યા જ કર્યું. નીચે ભરો સમુદ્ર, ઉપર અહીં તો ભૂરું આકાશ. ખબર જ ન પડે કે ક્ષિતિજ ક્યાં છે. અમે કઈ તરફ જઈ રહ્યાં છીએ એનો પણ ખ્યાલ ન આવે. ઘણો સમય ઊડ્યા પછી.. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. અહીં ઉતરી જાઉં. છૂટકો નથી.મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારૂં કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ...Read More

8

MH 370 - 8

8. અડાબીડ જંગલમાં કાળરાત્રીથોડીવારમાં એકદમ શાંતિ થઈ ગઈ. અમે ક્રુ મેમ્બરો આજુબાજુ જોઈ કોઈ હવે નથી એની ખાતરી કરી આવ્યા. અમારા હાથ ઊંચા કરી ઈમર્જન્સી ગેટ ખોલી પાંખ પર આગળ વધ્યા પણ હવે કોઈ દેખાયું નહીં. અમે હવે ઉતારુઓને નીચે ઉતરવા માટે ઈમર્જન્સી સહિત બધા ગેઇટ ખોલી નાખ્યા.મેં નીચે જોયું. જમીન કઠણ તો હતી પણ ઘણી નીચે. હશે ઓછામાં ઓછા પચીસ ત્રીસ ફૂટ.આટલે ઊંચેથી નીચે ઉતરવું કેમ? કૂદકો મારે એના પગ ભાંગી જ જાય. કોઈ સાજું સમું ઊતરી શકે એમ ન હતું. હવે મારા ઉતારુઓ માટે શું કરવું? અહીં કઈ સીડી મળવાની હતી?વિમાનમાં નીચે મજબૂત દોરડાંઓ તો હતાં. અમે ...Read More

9

MH 370 - 9

9. આશાનું એક કિરણ?અમારે થોડું અજવાળું કરવાની જરૂર હતી. આસપાસથી જે મળે એ લઈ થોડી વધુ ડાળીઓ કાપી અગ્નિ પ્રગટાવ્યો. ઘોર અંધારામાં થોડી રાહત પણ થઈ, પવનોથી લાગતી ઠંડીમાં પણ રાહત થઈ. અમે વિમાનની ટાંકી પાસે કોઈ સૂકી ડાળખી ધરી. એ તો એર ફ્યુએલ હતું. થોડાં ટીપાં માં સારી એવી આગ સળગી. એનાથી મચ્છરો જેવાં જંતુઓ પણ દૂર જતાં રહ્યાં એમ લાગ્યું.પાસપાસે એકબીજાની શારીરિક માનસિક હૂંફમાં બેઠેલા પ્રવાસીઓને મેં અંગ્રેજીમાં સૂચન કર્યું કે અહીં જ કેમ્પફાયર જેવું કરીએ.શરૂઆતમાં મેં જ મોટા અવાજે કોઈ હિન્દી ફિલ્મ સોંગ ગાવું શરૂ કર્યું. મારી સાથે તેઓએ પણ પોતપોતાની ભાષામાં ચીસો પાડતા હોય તેમ ...Read More

10

MH 370 - 10

10. ચાંચિયાઓનો પ્રતિકાર.પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા, કાળા, પઠ્ઠા હબસીઓ જેવા લાગતા લોકો ઉતર્યા. તેઓ વિચિત્ર ચિચિયારીઓ અમારી તરફ આવવા લાગ્યા. મારું ધ્યાન ગયું કે એમનાં વહાણ પર કોઈ દેશનો ધ્વજ ન હતો. માર્યા ઠાર! આ તો ચાંચીયા. મધ દરિયે માણસોની બૂમો સાંભળી બદઇરાદે જ દોડી આવ્યા હશે.તેઓએ ઝડપથી આગળ વધી પહેલાં તો અમારી દેખાવડી યુવાન એરહોસ્ટેસોની પાછળ પડ્યા. તેઓ સ્ત્રીઓએ કરેલી આડશ તરફ ભાગી. મેઈન એર હોસ્ટેસે પ્રતિકાર કરવા ખજૂરી કે તાડનું પાન તેમની તરફ ઉગામી વીંઝવા માંડ્યું. એક માણસ પાછળ હટ્યો પણ ખરો. એર હોસ્ટેસ આગળ જઈ તેમને પાછળ હટાવે ત્યાં પાછળથી આવી બીજા ...Read More

11

MH 370 - 11

11. જીવસટોસટનો જંગતો પણ, જાત બચાવવા જીવ પર આવી અમે બાંધેલી હાલતમાં પણ એમની તરફ ઘસ્યા. કોઈ ગબડતો એકાદા ના પગ સાથે અથડાઈ એને પછડવામાં સફળ થયો તો મેં હાથ બંધાયેલી હાલતમાં ઊંધું ઘાલી દોડી કોઈના પેટમાં માથું અથડાવી એને પાડ્યો. હજી બચી ગયેલી એક સ્ત્રી કાલના કેમ્પ ફાયરનું હજી સળગતું કોઈ લાકડું લઈ એમની તરફ દોડી. વધ્યું ઘટ્યું કાલનું ફ્યુએલ એમ જ જમીન પર વેરી એની ઉપર સળગતું લાકડું ફેંક્યું. એક ચાંચિયાનાં મોં પર વાગ્યું અને એણે જોરથી ચીસ પાડી. એ લાકડું એણે હવામાં ફેંક્યું જે નજીકમાં ઊભેલા એના સાથીના ખભે પડ્યું. એ તો દાઝ્યો, ખભે ઉઠાવેલ સ્ત્રી ...Read More