MH 370 - 31 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 -31

Featured Books
Categories
Share

MH 370 -31

31. અન્ય યાત્રીઓ સાથે મિલાપ

અમે હવે એક દલદલ, મેનગૃવ પાસે આવી પહોંચ્યાં જ્યાં કાદવમાં ઊગતું જંગલ હોય.  હું હવે ઊભો થઈ ગયો અને ફરીથી નર્સને મારા બે હાથોમાં ઊંચકી લીધી. એણે મારી ડોક પાછળ હાથ રાખ્યા અને એ ઝાડ એણે પાછળ પકડી રાખ્યું. તેની હજી ઓથ લઈ હું આગળ વધ્યો. સાવ ધીમે ધીમે અને એક જ  ઝાડ પર  બન્નેએ બેસી  ધક્કા મારતાં  એને દરિયામાં ઝુકાવ્યું. ઝાડનાં થડ પર સૂઈ એને દરિયામાં ધકેલતાં દૂર કરી વસાહતની દરિયામાં ખાંચ દેખાઈ એ તરફ વહેતાં ગયાં.

અમારી વસાહતમાં સ્ત્રીઓ માટે તાડના પાનની આડશો કરેલી એ દેખાઈ. મેં અને ચીની સૈનિકે કરેલ વાડ જેવાં થડ દેખાયાં. અમે કાંઠાને અડીએ ત્યાં તો દૂર કોઈ શિપ હોય એવી લાઈટો દેખાઈ!

હેલ્પ આવી પહોંચી? મેં આકાશ સામે હાથ જોડ્યા અને નર્સે છાતી પાસે ક્રોસ કર્યો. 

હજુ કિનારો દૂર હતો. થોડું તરીને અમે કાંઠા પર આવી સૂઈને આગળ વધ્યાં.

હવે ભરતી ઓછી થયેલી. વહેલી સવાર પડતી હતી. અમુક શંખલાં છીપલાં કાંઠે પડેલાં. પથરાઓ પણ હતા જે સાચે જ ચકમક જેવા સફેદ હતા.

હવે અજવાળું હોઈ કોઈ પણ દરિયા કે જમીન તરફથી અમને જોઈ શકે એમ હતું એટલે નર્સને મેં ઝાડ બાજુમાં મૂકી સાચવીને છુપાવા કહ્યું. હું થોડો આગળ વધ્યો.

ત્યાં તો મારા પગ સાથે કોઈ હાડપિંજર જેવું અથડાયું. મેં જોયું તો એ કોઈ માનવનું હાડપિંજર હતું!  હું એકદમ ઊભો થઈ ગયો. નર્સ પણ મારી બાજુમાં કોણી પર રીખતી  આવતી હતી તે ઊભી થઈ ગઈ.

હાડપિંજર દરિયા તરફથી તણાઇને આવ્યું હોય એવું લાગ્યું. એની ખોપરીમાં તડ પડી ગઈ હતી, કદાચ મગજને રક્ષતું પ્રવાહી નીકળી જઈને કાંઠાની કાળી ખરબચડી જમીન પર ઢોળાયેલું. અંદર હજી કદાચ આંતરડાં કે આંતરિક અવયવો હોય એવું લાગ્યું. એની કેટલીક પાંસળીઓ કરોડરજ્જુ માંથી બહાર આવી ગઈ હતી.

ચીતરી ચડે એવું હતું. અમારી પાસે અમને છાવરવા, કેમોફલેજ કરવા જે ઝાડ લીધેલું એ અમે એ હાડપિંજર પર ઢાંકી દીધું અને આસપાસ જોયું.

દૂર ખરેખર શિપ જેવું ક્ષિતિજમાં હતું પણ એ બીજી દિશાએ જતું હતું. અમને શોધી શકે એટલે મેં મોં આડા હાથ કરી જોરથી બૂમો પાડી, ઝાડની ડાળી  જલ્દીથી પગ ભરાવી હાથેથી ખેંચીને તોડીને હલાવી. નર્સને મોટી સીટી મારતાં ફાવતું હતું એ આગળ કહ્યું છે. એણે જોરથી સીટીઓ  મારવી શરૂ કરી.

એ સાથે  નર્સની સીટીઓ સાંભળતાં જ અમારી દરિયાઈ ખાંચા પાસેની વસાહતમાંથી રાફડામાંથી કીડીઓ નીકળી દોડી આવે એમ આગળ સ્ત્રીઓ અને પાછળ પુરુષો દોડી આવ્યા. એ તો અમારા યાત્રીઓ જ હતા! અમે એમને તો મળવા આવતાં હતાં.

તેઓમાંનાં ઘણાં સલામત છે જાણીને રાહત તો થઈ પણ અમુક ચહેરા ન દેખાયા.

શિક્ષિકાએ નર્સના ખબર પૂછ્યા અને એને જોરથી ભેટી પડી. એમણે મને જોયો એટલે કહ્યું કે એમણે જ રસ્તો કે ખોરાક ગોતવા તરાપા પર નર્સને મોકલેલી અને એ વંટોળમાં ફસાઈ હશે, એ કદાચ હવે ન પણ મળે એણે પોતાની ભૂલને કારણે જીવ ગુમાવ્યો હશે એમ માની તેઓ ખૂબ પસ્તાતાં હતાં. એને જીવતી જોઈ ખૂબ આનંદ થયો.

મેં કહ્યું કે હું કો પાયલોટની લાશ ટેકરી પરથી જોઈ નીચે ઉતરી એને દફનાવવા ગયો ત્યાં મને આદિવાસીઓએ બંદી બનાવી દીધેલો. ત્યાંથી ભાગીને આવતાં  આ નર્સ મને મળી.

નર્સે જ કહ્યું કે એને એક થી વધુ વાર મારા તરફથી નવજીવન મળ્યું છે અને કહ્યું કે “I owe my life to him. Without any regrets I may give up being a nun and now I have decided to be with him for my life”.

શિક્ષિકાએ તાળી પાડી હોંગકોંગ તરફની ભાષામાં મોટે અવાજે આ જાહેરાત કરી જેમાં હું ખાલી શરૂઆતનું “listen everybody” એટલું જ સમજ્યો. સહુએ તાળીઓ પાડી અને હેઈ.. કર્યું.

વગર પ્રપોઝ કર્યે મારી ઝોળીમાં આ રત્ન આવી પડેલું!

મેં  એને ફરીથી મારા બાહુઓમાં ઊંચકી અને ગોળગોળ ફર્યો.

ક્રમશ: