MH 370 - 18 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 18

Featured Books
Categories
Share

MH 370 - 18

18. જાયે તો જાયે કહાં?

“સૂકાં પાંદડાંઓ પર ખબ ખબ કરતાં અનેક પગલાંઓ દોડવાના અવાજો આવ્યા. એક તો  નીચે પ્લેનમાં અટકચાળો કરવા ઘૂસેલા આદિવાસીને  બેટરીના કરંટનો શોક લાગ્યો એ નીચેની ચીસ અને ટેકરીના ઢોળાવ નજીક ઘોર જંગલમાં એ ભારો લઈ જતી સ્ત્રીની, ક્યારેય જોયો ન હોય એવો માણસ જોઈને પાડેલી ચીસ. એ જંગલીઓ એમ સમજ્યા કે હું તેમની પર હલ્લો કરવા આવું છું. અથવા તેઓ પણ  હું એટલે કોઈ  નવું પ્રાણી જોઈ, પેલી ચીસ સાંભળી ગભરાઈને પ્રતિકાર કરવા દોડતા હશે.

હું એ લોકોના અવાજો નજીક આવતાં એ ભારો મારી ઉપર લઈને ગોળ  ગોળ ગબડ્યો.  હું નીચેયો વજનદાર ભારો ઉપર, હું ઉપર તો ભારો નીચે. એ સ્ત્રી નું જોઈ હું પણ ભારાને પગથી ધક્કો મારતો લપસવા લાગ્યો જે સાવ સીધો ઢાળ હોઈ હું ઝડપથી નીચે આવવા લાગ્યો. 

ત્યાં કોઈ રીતે સંતાવા ગયેલી કે ઉપર એમની વસ્તી તરફ જવા પ્રયત્ન કરતી સ્ત્રી મારી સાથે અથડાઈ. એણે દાંતિયું કરી મને બટકું ભરવા કર્યું. એ પકડે એ પહેલાં હું એક  કોઈ ઝાડનું સૂકું મૂળિયું રસ્તામાં આવતાં એને જ ઊંચું કરી એને ટેકે ભારો મૂકી હવે એમ જ ગબડવા લાગ્યો ત્યાં મેં જોયું કે એ જંગલીઓ કૂતરાં કે પ્રાણીની જેમ ચાર પગે ઝડપથી આવતા હતા. બે હાથ આગલા પગ હોય એમ આગળ મૂકે અને પછી પાછલા પગો ઘૂંટણેથી વાળી એ  બે હાથ વચ્ચે મૂકે એમ  ચાર પગે કૂદતા દોડતા હતા.

હું નીચે ખીણ અને એની નીચે પ્લેન દેખાતાં હિંમત કરી  કૂદ્યો અને વાંદરાની જેમ એક ઝાડની ડાળી પકડી ઊંચાં ઝાડ પરથી સરકતો ઘણો નીચે આવી ગયો. ચાર પગે દોડતા જંગલીઓમાં આગળ દોડતા લોકોને મૂળ સાથે ટેકવેલ ભારો વચ્ચે આવતાં તેઓ બેલેન્સ ખોઈ પડ્યા, ગબડ્યા અને ફરી ખૂંખાર પ્રાણીઓ જેવી ચીસો નાખતા ઊભા થયા પણ હું ત્યાં સુધીમાં નીચે આવી ગયેલો ત્યાં પ્લેનમાં તમને રિપેર કરવાના પ્રયત્નો કરતા જોયા એટલે અહીં આવી ચડ્યો.”

કો પાયલોટે  એનું વૃતાંત પૂરું કર્યું. એ હજી ઝડપથી શ્વાસ લેતો હતો. એને પાવા પાણી તો ન હતું.

એણે જ વિમાનની પાંખ પર લટકતી કોઈ લીલી રસાળ વેલને બટકું ભરી ચૂસી અને થોડાં ટીપાં એનો રસ જતાં એને રાહત થઈ.

હવે અમારે અહીં રહેવું જોખમ ભર્યું હતું.

મેં મોંએથી સીટી મારી આસપાસ હતા એ યાત્રીઓને ભેગા કર્યા અને જંગલીઓનો હુમલો ગમે ત્યારે થઈ શકે એટલે જગ્યા છોડી જવા કહ્યું. વિમાન આમેય ઊડવાનું ન હતું. એમાં જે કાંઈ હવે કહોવાઈ કે કટાઈ ગયેલું એ એમ જ છોડી જવા નક્કી કર્યું.

પણ આ ટાપુ પર હવે જવું ક્યાં?

અમારી ટીમે ટાપુની બીજી તરફ જવાના રસ્તે એક  જેટી જેવું બનાવેલ એ મેં કહ્યું છે. એ તરફ જવું. પણ  એનો ટાપુ વચ્ચેથી રસ્તો કેમ ખબર પડે? અહીં તો કેડી કે રસ્તા જેવું ક્યાંય ન હતું.

અમે પહેલાં તો નક્કી કર્યું કે તરાપામાં બેસી થોડા થોડા કરી એ તરફ જતા રહીએ. પણ જેમણે એ રસ્તો ગોતેલો એમને પણ ચોક્કસ કઈ જગ્યાએ એ જેટી બનાવેલી એ માર્ગ તરાપામાં ટાપુની ફરીથી પ્રદક્ષિણા કર્યા સિવાય ખબર પડે એમ ન હતું.

કોઈએ કહ્યું કે તેઓ અમે સ્ત્રીઓ માટે ખજૂરી કે નારિયેળીનાં પાનની વાડ કરેલી એની બીજી બાજુ જમણી તરફ થઈને ટાપુની ધારે ધારે જવાનું. વચ્ચે કોઈ ટેકરી જેવું ન હતું. તો તેઓ  પૈકી જેમને રસ્તો આશરે યાદ હોય તેઓ એ તરાપામાં જાય અને ત્યાંથી આગ સળગાવી અને પતરાનો ઢોલ વગાડી અમને દિશા નિર્દેશ કરે.

અમારે બાકીના લોકોએ ચાલતાં જ આજની રાતે જ એ તરફ જતા રહેવું એમ નક્કી કર્યું.

ક્રમશ: