MH 370 - 37 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 37

Featured Books
Categories
Share

MH 370 - 37

37. આશા અમર છે જ

એકાએક શિપ હતું તે તરફથી, અમારી બીજી બાજુના દરિયા ઉપર કોઈ વિમાન આવ્યું અને ચકરાવા લાગ્યું. મેં કહ્યું એમ અમે દરિયાની ખાંચ જેવા ભાગ પર હતાં. બેય બાજુ દરિયો હતો અને ત્રીજી બાજુ ટેકરી પાછળ આદિવાસીઓ કે કોઈ ખતરનાક ગુનેગારોના માણસોનો અડ્ડો હતો. પ્લેન કોના તરફથી હતું? એ લોકો કે અમારી કોઈ રિસ્ક્યુ ટીમનું?

પ્લેન થોડું નીચે ઉતરી મંડરાવા લાગ્યું. અમને લાગ્યું કે આખરે મદદ આવી પહોંચી. મને સહુએ પિંગ મોકલવા બદલ અભિનંદન આપ્યાં.

અમારા  હતા ને બચેલા એ બધા જ યાત્રીઓએ ભેગા થઈ નીચેથી હો હો કરી, હાથ હલાવ્યા કર્યા. નર્સે વળી દરિયામાંથી જ કોઈએ ગોતેલ શંખ જોરથી ફૂંક્યો. એને એ પણ આવડતું હતું!

એ  પ્લેન એક બાજુથી, બીજી બાજુથી શિપ નજીક આવી પણ નીચે ખીણમાં ઉતર્યું. આદિવાસીઓ જેવા લોકો લાંબાં લાકડાની હોડીઓ દ્વારા શિપ તરફ ભાગવા લાગ્યા, એ વિમાન એ તરફ જતાં જતાં અહીં નીચે કશું બોમ્બ જેવું ફેંકીને ચાલ્યું ગયું પણ એ પેલાં  કેળનાં વનમાં પડ્યો ને મોટો ધુમાડો થયો. લીલું વન બળવા લાગ્યું.

એક બાજુ આ ધૂમાતું વન ને બીજી બાજુ ટેકરી પર થઈ એમની વસાહત જવાના રસ્તે વનમાં દાવાનળ સળગે, વચ્ચે અમે ઘેરાયેલા.

સામે જ દરિયો હતો પણ બધાને દરિયો તરતાં  થોડું આવડે? હજી સળગતું રબર, અર્ધુ બળેલું એક ટાયર રોડવીને, કોઈ લાકડું, જે હાથમાં આવ્યું એ લેતા બધા જ યાત્રીઓ જીવ બચાવવા સમુદ્ર તરફ ભાગ્યા. 

મેં  અમારાં ભંગાર પ્લેન ઉપર જ ઉભી એમને ટેકરી તરફ જતો રસ્તો બ્લોક કરવા કહ્યું જેથી ત્યાંથી કોઈ હલ્લો આવે નહીં.

પેલા સૈનિક અને હવે બીજા પુરુષો, પ્રોફેસર સુદ્ધાં ઢાળ પર જંગલમાં થઈ ટેકરી તરફ જવા લાગ્યા. પ્રોફેસરનાં જ ચશ્માના કાચ મને મળ્યા હશે. એમને રસ્તો ગોતવામાં તકલીફ પડતી લાગી. તેઓ હાથમાં કોઈ સહારો લઈ ટેકરી ચડતાં કદાચ રસ્તો ભૂલ્યા, કદાચ આગથી બચવા, બીજે રસ્તે ગયા. હું બૂમ પાડું કે બીજાઓને ફોલો કરો પણ ત્યાં સુધી બૂમ ન ગઇ.

થોડી વારમાં  એ તરફથી એક ભયંકર ચીસ આવી. સૈનિક દોડ્યા અને.. જઈ ને જુએ તો પ્રોફેસર બઘવાએલા ઊભેલા. એમના હાથમાં પેલી પાંસળી હતી જેની અણી ઝાડીમાં છુપાઈ હુમલો કરવા આવતા કોઈના પેટમાં ઘૂસી ગયેલી. એમણે લોહીનો ફુવારો ઊડતો જોઈ પાંસળી કાઢી ને પેલો ત્યાં જ મરણ ને શરણ થઈ ગયો. પ્રોફેસરે તો જિંદગીમાં કૂતરાંને પણ લાકડી નહીં મારી હોય. એમનાથી અચાનક દુશ્મન નું ખૂન થઈ ગયું એ જોઈ તેઓ પોતે ગભરાઈ ગયેલા.

તેમને લઈ સૈનિક પરત આવ્યો ત્યાં એ પછીથી આવેલું પ્લેન નીચે આવવા લાગ્યું. અમારા ઘણા ખરા હવે દરિયા નજીક પહોંચી ગયેલા. હું પણ નીચે ઉતરીને ભાગવા જતો હતો. પહેલાં  બીજા પુરુષ મારી સાથે હતા એમને એક વડવાઈ જેવાં પર લટકીને ઊતરવા કહ્યું. એમની પાછળ નર્સને ઊંચકી હું ઉતરવા જતો હતો ત્યાં ક્યાંકથી  બીજું એક પ્લેન અમારી ઉપરથી પસાર થઈ ચક્કર મારવા લાગ્યું. 

 મેં મશાલના અજવાળે ને ચંદ્ર પ્રકાશમાં જોયું, હું ઓળખી ગયો  કે તે મલેશિયાનું મીલીટરી પ્લેન છે.

હું હજી પણ માની શક્યો નહીં. 

મારી આટલી  આટલી મહેનત, સહુને મુકામ પહોંચાડવાની  ન ફળી અને  બધી આશાઓ છોડી દીધી ત્યારે આખરે એ દિવસ   આવી છૂટ્યો,! અમે સાચે જ છૂટ્યાં! સહીસલામત!

 મને દૂર એક ટપકું દેખાયું હતું.  મને ચોક્કસ લાગ્યું કે લગભગ તો કોઈ પ્લેન  જ આવી રહ્યું છે. આ દૂર ક્ષિતિજે આકાશમાં પણ કોઈ ટપકું દેખાતું લાગે છે. સહેજ પણ સમય ગુમાવ્યા વગર હું  મારૂં  વસ્ત્ર ફરકાવતો તૂટેલી પાંખ સાથે બાંધેલ દોરડેથી વિમાન પરથી ઉતરવા લાગ્યો હતો પણ આ પ્લેન નીચે આવતું જોઈ આ વખતે તો હું સફળ થઈશ જ, એ નિર્ધાર સાથે. મેં કોઈ શંકુ જેવી ચીજ મોં આડી રાખી બૂમો પાડી, કોઈ રીતે વિમાનના ભંગાર જેવાં થયેલ બોડી પર ઊંચે ચડી કપડું ફરકાવ્યું.

અને સર,  આખરે..મેં તમારું એ શિપ જોયું. મલેશિયાનો ધ્વજ હતો. તમે અમને જોયા, અમે તમને.

હાશ! મારા ૐ અને મારી નવોઢા પત્નીના ક્રિસની પ્રાર્થના આખરે ફળી!

ક્રમશ:

ક્રમશ: