1. પ્રસ્તાવના
મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું છું.
આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે.
જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક.
નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય.
લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ એની લંબાઈ નાની, 5 થી 10 હજાર શબ્દોની હોય. આ મારી સમજ છે.
તો મારી એ વાર્તાનું સીધું નવલકથામાં રૂપાંતર. વાંચકો એ બેય, અંતિમ કડી અને એ જ થીમ પર થી આખી 40 પ્રકરણો ની આ નવલકથા વાંચે એવી વિનંતી.
મૂળ વાર્તામાં નાયક પોતાનું નર્સરીમાં ભણતો એ વખતે શીખેલું ગીત અને એની કડીઓ એકએક જીવવા લાગે છે એ કહેવા સાથે એ વાર્તા કહેવાઈ છે.
અહીં સીધું એ કડી સાથે સાંકળવાને બદલે સીધું જે ઘટના પર થી આ લઘુ નવલ લખી છે એનું જ નામ રાખ્યું છે.
એ I will fly with time નામે જ એક પ્રોમ્પ્ટ આધારિત ટૂંકી વાર્તા લખી કોઈ સ્પર્ધામાં મૂકી હતી. પછી અહીં એ આઠ પ્રકરણ ની અને પછી એની પ્લેટફોર્મ પર વિસ્તાર કરીને મૂકી જેને સારો પ્રતિસાદ મળ્યો એટલે આપ સહુ માતૃભારતી ના વાંચકો સમક્ષ મૂકું છું.
તો એ MH 370 નો કિસ્સો ખબર છે ને?
8 માર્ચ 2014 ના દિવસે મલેશિયાના કુઆલાલુમ્પુરથી હોંગકોંગ જતી ફ્લાઇટ ક્યાં ગુમ થઈ ગઈ એનો આજ સુધી પત્તો નથી. એ દરિયામાં ડૂબી ગઇ કે કોઈ પર્વત સાથે અથડાઈ કે ક્યાંક બંદી બનાવાઈ સફાયો થઈ ગયો, કોઈ જ ખબર નથી પડી.
વિવિધ વાતો તો એવી પણ ઉડેલી કે એ પૃથ્વી વિશ્વના વાતાવરણ ની બહાર ખેંચાઈ ગઈ, કોઈ એલિયન ઉપાડી ગયા વગેરે. આજ સુધી વિવિધ જગ્યાઓ ઉપર અનેક સર્ચ ઓપરેશન થયાં, તાજેતરમાં AI ની મદદ થી મેપિંગ કરી જૂનો જે પણ ફ્લાઇટ ડેટા મળેલો એના ઉપરથી ફરીથી સર્ચ થઈ. હજી કશું હાથ લાગ્યું નથી.
તો એ ઘટના ઉપરથી બનાવેલ આ લઘુ નવલ જરૂર વાંચો.
***
2.એકલો અટુલો હું ઝાંખો પડયો. ..
આખરે મેં સમયનું ચક્ર ઊંધુ ફેરવ્યું. લો બોલો, સમય પર જીત મેળવી! મારી અદમ્ય ઈચ્છા હતી કે સમય એક જગાએ થંભાવી દઈ ત્યાંથી મારી ધારેલી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમતા ગીતની આખરી કડી જીવી લઉં. એકલા મારે માટે નહીં, મારા સાથીઓ માટે, તમારા સહુ માટે. તમે આવ્યા અને એ માટે નિમિત્ત બન્યા એ બદલ ખુબ આભાર.
તો મારી આ સાક્ષાત કાળ સાથે, સમય સાથે બાથ ભીડવાની વાત સહુથી પહેલાં તમને કરું.
મને મારામાં, મારી શક્તિઓમાં ભરપૂર વિશ્વાસ છે. પરંતુ ત્યારે તો માત્ર એક આશાના તાંતણે બેઠો હતો કે કઈંક એવું બને જેથી જગતને મારી શક્તિઓ પર વિશ્વાસ બેસે.
અત્યારે તો, વાત માંડું છું ત્યાં લઈ જાઉં. સમય , શો કાળ બધું જાણે થંભી ગયું છે. મારી ચારે બાજુ ભયાનક નીરવ શાંતિ છે. પવનની એકાદ લહેરખી આવીને ચાલી જાય છે. હું ઘોર નિરાશા માં માથે હાથ દઈ નશીબને કોસતો બેઠો છું.
પણ હું એમ હારું એવો નથી. સમય, તેં તારું કામ કર્યું પણ હું , જોજે હવે, મારું કામ કેવું કરું છું તે. એક તક નો જ સવાલ છે.
ચાલો તો વાત આગળ કરું.
ક્રમશ: