મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું છું. આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે. જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક. નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય. લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ એની લંબાઈ નાની, 5 થી 10 હજાર શબ્દોની હોય. આ મારી સમજ છે.
MH 370 - 1
1. પ્રસ્તાવનામારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર છું.આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે.જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક.નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય.લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ ...Read More
MH 370 - 2
કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો હતો? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો હતો, સમુદ્ર સામે જોયા એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો હતો.સમય કેટલો વહી ગયો એ ખબર નથી. એણે વહ્યે રાખ્યું. હું એકલો અટુલો ઝાંખો ન જ પડયો.તો થોડી વાર પહેલાંના સમયમાં સ્થિર થઈએ.ઘડિયાળ કે કેલેન્ડર વગર આ નિર્જન જગ્યાએ સ્થળ, કાળ કહું? સુર્યની સ્થિતિ મુજબ જુલાઈ હોવો જોઈએ કેમ કે દિવસ ખુબ લાંબામાંથી સહેજ ટૂંકો થયો છે. સુર્ય સાવ ઉત્તર તરફથી સહેજ દક્ષિણે ગયો છે. ધ્રુવના તારા પરથી હું આ કહી શકું છું. મારી રિસ્ટવોચના બટનસેલ બે વર્ષથી બંધ પડી ગયા છે. હું ...Read More