હાસ્ય મંજન

(33)
  • 42.5k
  • 1
  • 18.9k

આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે, ક્યાં તો ચાંદલાના કવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું, સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે, પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને ‘હડકાયો’ બની જાય. કોઈને પણ ફોન કરો એટલે, માણસને બદલે ડીવાઈસ બોલવા માંડે કે, “ઇસ રુટકી સભી લાઈન વ્યસ્ત હૈ..! એમ માણસ લગનમાં જ વ્યસ્ત દેખાય. પતંગના માંજાની માફક કોઈને કોઈ તો લગનને ‘એટેન્ડ’ કરવામાં ગૂંચવાયેલો જ હોય..!

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

હાસ્ય મંજન - 1 - ઝાકળ ભીનું પ્રભાત

ઝાકળ ભીનું પ્રભાત..... . આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી ચાલતી હોય,એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે,ક્યાં તો ચાંદલાના કવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું,સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે,પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને‘હડકાયો’બની જાય.કોઈને પણફોન ...Read More

2

હાસ્ય મંજન - 2 - ભાડુઆતનું ભાંગડા નૃત્ય

ભાડુઆતનું ભાંગડા નૃત્ય હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે, એમાંથી એકાદ પકડી લેવાનો. કોઈ ભાડુઆત મકાન ખાલી નહિ કરતો હોય તો, એનું ભાંગડા નૃત્ય જોવાનું. એને મળશો તો કહેશે કે, ભાડે આપતી વખતે મકાન માલિકની શરત હતી કે, 'જે સ્થિતિમાં મકાન ભાડે આપ્યું એ જ સ્થિતિમાં મકાન પરત સુપ્રત કરવાનું રહેશે.' એના કપાળમાં કાંદા ફોડું, એટલા ઊંદર-માંકડ-ચાંચડ-વંદા-પલવડા મળવા સહેલા છે યાર..? અને મળે તો પણ એ ખરીદવા માટે કોઈ મને કોઈ બેંક લોન આપવાની છે..? જેને હસવું જ છે, એને આવી 'નોટ' ...Read More

3

હાસ્ય મંજન - 3 - હાસ્ય કલાકારનો પ્રેમપત્ર

હાસ્ય કલાકારનો પ્રેમપત્ર..! વ્હાલી માંકડી ઉર્ફે મસ્તાની..! તારું નામ માંકડી હોવાનું તો જગ જાહેર છે. તને ‘મસ્તાની’ થી સંબોધી કે, આટલી સર્વાંગ સુંદર દેખાતી હોવા છતાં, ફાંકડીને બદલે, કોઈ તને માંકડીથી સંબોધે તો મને નહિ ગમે..? ટામેટાને સૂરણની ઓળખ આપતો હોય એવું લાગે..! શબ્દકોશ ઉથલાવ્યો ત્યારે ખબર પડી કે,માંકડું એટલે તો એક પ્રકારનો વાંદરો થાય..! ને માંકડીનો અર્થ..! જા નથી કહેવું..! મારે શું કામ કહેવું જોઈએ કે, ‘વાંદરી’ થાય.( સોરી..કહેવાય ગયું..!) આવું કહેવાથી મારી સંસ્કારિતા લાજે..! આ તો જ્ઞાનની વાત..! બાકી એમાં તારો શું દોષ હોય શકે..? આઝાદી પહેલાની‘પ્રોડક્ટ’છે ને..? આ પ્રોડક્ટનોઆખોય ફાલ સંસ્કારી અને સદગૃહસ્થી હોવા છતાં, ...Read More

4

હાસ્ય મંજન - 4 - પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે

પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે..! જંગ ખેલવો એટલે બખ્તર-ટોપા ચઢાવીને તલવારબાજી કરીએ એને જ જંગ કહેવાય નથી. ખુલ્લા આકાશ નીચે પતંગબાજી કરીને કાપા-કાપી કરીએ, એને પણ યુદ્ધ કહેવાય..! ફેર એટલો કેમ પેલામાં માણસોની કત્લેઆમ થાય, અને પતંગબાજીમાં પતંગોની..! આ દિવસ જ એવો કે, શાંતિનિકેતન જેવાં ધાબાઓ પતંગના સૈનિકોથી ઉભરાવા માંડે. કોલાહલથી ભરાવા માંડે, અને મરવા પડેલા ધાબાઓમાં પ્રાણ ફૂંકાવા માંડે..! ધાબે ધાબે ફૂટબોલની મેચ ચાલતી હોય એમ, શોરબકોર અને ચિચિયારીઓથી ધાબાઓ કકળવા ને કણસવા માંડે. આમ તો મકર સક્રાંતિ એટલે તલ તલ જેટલા સ્નેહની વહેંચણી કરવાનો દિવસ, પણ એની જાત ને ...Read More

5

હાસ્ય મંજન - 5 - બટાકાની બોલબાલા

Sun, 31 Dec, 2023 at 7:41 am બટાકાની બોલબાલા..! બટાકાને ક્યારેય કમજોર માનવાની ભૂલ નહિ કરવાની. મોંઘીદાટ ગાડીમાં આવે એમ, આપણા પેટને એરબેગ જેવા એ જ બનાવે..! અનેકના જઠરમાંઆદિકાળથી બટાકા એટલા પથરાયેલા છે કે, એને ભેગા કરવામાં આવે તો બે-ચાર હિમાલય થાય..! ગીફટ સીટી ગાંધીનગરમાં દારૂનીહળવાશ થઇ એની સાથે બટાકાને આમ તો કોઈ લેવા દેવા નહિ, પણ હલચલ એટલી થઇ કે, લોકો વગર પીધે ગુલાંટીયા ખાતાં થઇ ગયા. દાળ-ભાત કરતા દારૂની ચર્ચા વધી ગઈ..! અમુકને તો લાલી આવી ગઈ..કે, હવે પાટલી-માટલી-ખાટલી સાથે બાટલીની સવલત પણ વધવાની..! ઘણાના મોર કળા ...Read More

6

હાસ્ય મંજન - 6 - ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર

ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર..! ચટાકો નાનો હોય કે મોટો, પણ શરીરની સઘળી સામગ્રી સાથે ભગવાને ભેજામાં ચટાકો મુકેલો. એટલે તો 'ટેસ્ટી' ખાધ જોઈને અમુકની જીભ વલવલવા માંડે. જીવ માત્ર ચટકાને પાત્ર..! એવું નહિ માનવાનું કે, પશુ-પક્ષીઓને ચટાકો થતો નથી, ને એટલે. એમના શોપિંગ મોલ નથી. ચટાકા તો એમને પણ થાય, પણ ચટાકો સંતોષવા માણસ જેવા તોફાન નહિ કરે ..! સિંહ કે દીપડાને માણસ ખાવાનો ચટાકો થાય, ત્યારે જંગલમાંથી શહેર તરફ આંટો મારવા ...Read More

7

હાસ્ય મંજન - 7 - કંઈ કામકાજ હોય તો કહેવાનું બકા...!

કઈ કામકાજ હોય તો કહેવાનું બકા..! ‘કંઈ કામકાજ હોય તો કહેજો’કહીને, કોઈએ ને કોઈએ તો કોઈને પોતીકો મહિમા બતાવ્યો હોય..! આપણે પણ આવો મલમ લગાવવામાં બાકી ના રહ્યા હોય..! આવું કહેવું પડે મામૂ..? એટલા માટે કે, આટલું કહેવાથી સામાનું બ્લડ પ્રેસર ઊંચું નીચું ના થાય..! આશ્વાસન કે ધરપત મળે. બાકી આપણે ક્યાં નથી જાણતા કે, જે બોલે તે આવી નહીં પડે. ને નહિ બોલે તે પૂછ્યા વગર ફરિશ્તા બનીને દૌડતા આવે. કહેવા ખાતર જ થુંક ઉડાડતા હોય, એની તો ચાકરી કરવી ભારે પડે મામૂ..! આજકાલ આવાં લોકોનો દુકાળ નથી. સામાને સારું લગાડવા ક્યારે ક્યાં મલમ લગાવવો એની પૂર્ણ ...Read More

8

હાસ્ય મંજન - 8 - પ્રેમ પંથ પાવકની જ્વાળા

પ્રેમ પંથ પાવકની જ્વાળા..! વરસાદના છાંટણા પડે કે,ધોધમાર વરસાદ તૂટી પડે,એમાંધરતી ચારેયકોરથી હરિયાળી બની જાય. લીલી ચુંદડી ઓઢી એવી ધરતી લાગે. એમ,ફેબ્રુઆરી બેસે એટલે સુક્કા ભટ્ઠ યુવાનોના હૈયામાં પણ વસંત ભરાવા માંડે. યુવાન પણ ફાટ- ફાટ થવા માંડે. એને કહેવાય'પ્રેમ પંથ પાવકની જ્વાળા..!'જો કે, એમાં છેલ્લે જ્વાળા ભડકો લે, એ બે નંબરની વાત છે, બાકીએકવાર મઝા તો માણી જ લે..!વાહનમાં ૫૦ રૂ. નું પેટ્રોલ ભરાવી,હૈયામાં વસંત નાંખીને એવા દૌડતા થઇ જાય કે, કોઈના હાથમાં નહિ આવે. ફેબ્રુઆરી બેસે એટલે હેતનો ઉભરો આપોઆપ આવવા માંડે. કોઈ અઘોરતપસ્વીના તપ ફળ્યા હોય એમ પ્રેમધજા ફરકાવતા થઇ જાય..! સાલી ...Read More

9

હાસ્ય મંજન - 9 - ચાલવું ને ચલાવી લેવું પણ એક આર્ટ છે

ચાલવું ને ચલાવી લેવું પણ એક ‘આર્ટ’ છે..! ડબલાંમાંથી કબુતર કાઢવું, ગળામાંથી ૩૩ કોટીના અવાજ કાઢવા, કે આકાશી હિંચકાઓ ઉપર હાફ આમલેટ જેવાં કપડાં પહેરીને કૂદાકૂદ કરતાં કલાધરોને તો ઘણાએ ધરાયને જોયા હશે. એ પણ ‘આર્ટ’ કહેવાય. આવાં કલાધરોને બિરદાવવા હાથ ખંખેરવા પડતા નથી. આપોઆપ તાળીઓની ગડગડાટી છૂટી જાય. ભૂવો ભરાય ગયો હોય એમ, દાદ આપવાનું ઝનુન છૂટી જાય..! છલાંગ મારીને હિંચકે હિલતા કલાકારને 'મન માંગે મોર' કરીને ભેટી પડવાનું મન થાય..! બાકી ધરતી ઉપર કલાકારોની ક્યાં ખોટ છે? મહોલ્લો ખંખેરીએ તો, એમાંથી પણ બે-ચાર કલાકાર પ્રગટ થાય..! કળાના પણ ...Read More

10

હાસ્ય મંજન - 10 - પોપટ ભવિષ્યધારી

પોપટ ભવિષ્યધારી..! (હાસ્ય ભવિષ્ય ) અસ્સલ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેતા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને હસમુખા ને હસમુખાને રડમુખા કરી આપતો. “ઇન્સાનકો જબ અપને આપ સે ભરોસા ઉઠ જાતા હૈ, તબ વો તોતેવાલી ફ્રેન્ચાયસી પકડતા હૈ..!”ઈ,સ. ૨૦૨૪ નું વર્ષ કેવું જશે, એ ચિંતામાં પાતળા. એટલે કે શેકટાની શીગ જેવાં થવાની જરાયે જરૂર નથી. આપણું ભવિષ્ય આપણી હથેળીમાં છે, અને જેને હથેળી પણ નથી એનું ભવિષ્ય પેલા ફૂટપાટીયા ભવિષ્યવેતા પાસે પણ નથી, આપણા કર્મમાં સંતાયેલું છે..! થયું એવું કે, ...Read More

11

હાસ્ય મંજન - 11 - હટવાડાની મઝા મઝેદાર હોય છે

હટવાડાની મઝા મઝેદાર હોય છે..! લેખની શરૂઆત તો તોફાની મસ્તીથી કરવી છે, પણ તે પહેલાં, અંદરથી ઉછાળા મારતો વિદ્યાર્થીનો ટૂચકોયાદ આવી ગયો. શિક્ષકે ચંપુને પૂછ્યું કે, ‘દુનિયા કેવી છે ? ગોળ છે કે ચોરસ.?’ ચંપુ કહે,’ ગોળ પણ નથી ને ચોરસ પણ નથી, ૪૨૦ છે..! આ વાત સાલી હસવામાં કાઢવા જેવી તો નહિ, એટલા માટે કે, જેને જેવી દુનિયા દેખાય, તેવી એ વ્યક્ત કરે. પેલી હાથીવાળી વાર્તાની તો તમને ખબર હશે. અંધારામાંજેના હાથમાં હાથીનું જે અંગ આવ્યું, તેને તેવો હાથી દેખાયો. પૂંછડી હાથમાં આવી તો એને પાતળો દેખાયો. પગ હાથમાં આવ્યા, ...Read More

12

હાસ્ય મંજન - 12 - હાથી ઉપર સવારી કરવાનો સાહસિક પ્રયોગ

હાથી ઉપર સવારી કરવાનો સાહસિક પ્રયોગ..! ....યુ ડોન્ટ બીલીવ, જીવદયાના અમે એટલાં અભિલાષી કે. જીવને પણ જીવની જેમ મારા અને મારા હૃદય વચ્ચે ખાનગીમાં થયેલું આMOUછે. એટલી સમજ કે, કીડીને પણ જીવ હોય, એટલે કીડી ઉપર સવારી કરવાનું પણ ક્યારેય વિચાર્યું નથી. જો કે. આમ તો થાય જ નહિ પણ આ તો એક વાત..! પૂર્વજો ખેતર વાડી નહિ મૂકી ગયેલાં, પણ ઠાંસી-ઠાંસીને ‘જીવદયા’ ના સંદેશ ભીંતે ભીંતે લખી ગયેલા. ત્યાં સુધી કે, સ્ત્રી અબળા ભલે કહેવાય, પણ એનામાં ય જીવ હોય, તો ખુલ્લા મને જીવદયા રાખવાની, જુલમ નહિ કરવાનો. પછી એ તમારી પત્ની કેમ ના હોય..? ભૂલમાં એકાદ-બે ...Read More

13

હાસ્ય મંજન - 13 - મને બધા જ ઓળખે એ ભ્રમ છે

મને બધાં જ ઓળખે, એ ભ્રમ છે. પોતાની સાથે ઓળખાણ તું રાખી જો દિલમાંઓળખનો દીવો પ્રગટાવી જો ખંખેરી નાંખ ખુમારી બધાં ઓળખેછે મગજના તોર તોડી ઘાણ તું કાઢી જો ખોટોફાંકો તો રાખવો જ નહિ કે,મને બધાંય ઓળખે છે.પાડોશી આપણને પૂરો ઓળખતો નથી,ને આપણે પણ ક્યાં પાડોશીને પૂરાં ઓળખીએ છીએ. ...Read More

14

હાસ્ય મંજન - 14 - ફટકડી ફટાકડાની વાઈફ હોતી નથી

ફટકડી ફટાકડાની વાઈફ નથી..! બેડરૂમમાં હિપોપોટેમસ ભરાય ગયો હોય એમ, ટાઈટલ વાંચીને ભડકતા નહિ. સામી દિવાળીએ હોઓઓહાઆઆ પણ કરતા મન સ્વૈર વિહારી છે, એને જેવાં ચકરડાં ફેરવવા હોય એવાં ફેરવે. ટેન્શન નહિ લેવાનું..! છેડા ફટાકડા સાથે બંધાય કે, ફટકડી સાથે, આપણા છેડા ટાઈટ પકડી રાખવાના..! છૂટવા નહિ જોઈએ..! ફટકડી ને ફટાકડાનું બાકી જોડકું તો ઝામે હોંઓઓઓ..? બંનેના કુળ સરખાં જ લાગે. પણ આ શબ્દોનો પ્રાસ છે, બાકી, ફટકડી (ALUM) ફટાકડાની વાઈફ નથી..! નેતાના ભાષણ ની છાંટ જેવું ટાઈટલ રાખીએ તો જ તમને ગલગલીયાં પણ આવે ને..? દિવાળીમાં ચળકાટ ઓછો હોય તો ચાલે મલકાટમાં ઓટ આવવી જોઈએ નહિ. શું કહો ...Read More

15

હાસ્ય મંજન - 15 - વિકેટ કીપરનો પ્રેમપત્ર

વિકેટ કીપરનો પ્રેમપત્ર પ્રિય ખીલ્લી..!તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ગયો હોય એવું લાગે. બોલતાં તો ઠીક લખવા માટે પણ માણસ ભાડે રાખવો પડે. આ નામ તને ફાવે કે નહિ ફાવે, પણ સદાય ‘ખીલખીલાટ’ માં રહેવાની તારી રીત જોઇને આ નામ ઉપર પસંદગી ઉતારી. ગમશે ને, કે પછી એમાંય વાંકુ પડશે..?રખે એવું માનતી કે ‘ખીલ્લી’ એટલે ખિસકોલી જેવું લાગે. તને તો ખબર છે કે, ખિસકોલી એટલે અહિંસક..૧ શ્રી રામ સુધી પહોંચેલી..! લંકા ઉપર ચઢાઈ કરવા માટે રામ-સેતુ બનાવવાની વાત આવી ત્યારે, ખિસકોલીએ પણ ભોગ આપેલો. ભગવાનશ્રી રામે કદર કરીને THANK ...Read More

16

હાસ્ય મંજન - 16 - વિકેટ કીપરનો પ્રેમપત્ર

વિકેટ કીપરનો પ્રેમપત્ર પ્રિય ખીલ્લી..!તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ગયો હોય એવું લાગે. બોલતાં તો ઠીક લખવા માટે પણ માણસ ભાડે રાખવો પડે. આ નામ તને ફાવે કે નહિ ફાવે, પણ સદાય ‘ખીલખીલાટ’ માં રહેવાની તારી રીત જોઇને આ નામ ઉપર પસંદગી ઉતારી. ગમશે ને, કે પછી એમાંય વાંકુ પડશે..?રખે એવું માનતી કે ‘ખીલ્લી’ એટલે ખિસકોલી જેવું લાગે. તને તો ખબર છે કે, ખિસકોલી એટલે અહિંસક..૧ શ્રી રામ સુધી પહોંચેલી..! લંકા ઉપર ચઢાઈ કરવા માટે રામ-સેતુ બનાવવાની વાત આવી ત્યારે, ખિસકોલીએ પણ ભોગ આપેલો. ભગવાનશ્રી રામે કદર કરીને THANK ...Read More

17

હાસ્ય મંજન - 17 - ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો

ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો..! ફૂટબોલના દડા કરતાં ક્રિકેટનો દડો કેમ, નાનો હોય એની મને ખબર નહિ. ક્રિકેટ મને ગમે બહુ..! ક્રિકેટ રમત જ એવી કે, મેચમાં રસાકસી હોય કે ના હોય તો પણ, પ્રેક્ષકોની કસાકસી જોવાની જે મઝા આવે એ સર્કસમાં પણ નહિ આવે. ખેલાડીઓ ભલે બોરડી વીંઝતા હોય,પણ પ્રેક્ષકોને કોઈપણ હાલતમાં જલસા જ જલસા..! હારે કે જીતે એમની મસ્તીના રંગ બદલાય પણ આનંદ તો ધરાયને લુંટે..! આપણને પણ એમના કલરકામ કરેલાં દેહ જોઇને આનંદ થાય. ઝંડો જેટલો ધ્વજ સ્તંભ ઉપર નહિ ફરકે, એનાંથી વધારે ચોગ્ગો કે છગ્ગો પડે ત્યારે એમના હાથમાં વધારે ફરકે..! કેવાં કેવાં ...Read More

18

હાસ્ય મંજન - 18 - અમારા ઈઈઇ એટલે ઈઈઇ

અમારા ઈઈ’ઈ એટલે ઈઈઇ..! ધણીને નામ દઈને નહિ બોલાવવાની પ્રથા ફેશન હતી કે, મર્યાદા એનું મને કોઈ ‘ નથી. મનેએ પણ ‘નોલેજ’ નથી કે, પતિને નામ દઈને બોલાવવામાં કયા દેવી દેવતાનું પાપ લાગતું હશે? એ જમાનામાં અત્યારના જેવાં નામ પણ અટપટા હતા નહિ. અક્ષરજ્ઞાન નહિ હોય તો પણ બોલાય તેવા હતાં. છતાં નામ બોલવાની કેમ હિમત નહિ કરતાં એ ચમનીયો જાણે..! અત્યારે તો નામ દઈને બોલાવે એમાં એટલો ‘મઝ્ઝો આવે કે, જાણે મોંઢામાંથી મધના ઝરા ફૂટતાં હોય તેવું લાગે..! ધણીને નામથી બોલાવે ત્યારે તોતિંગ દીવાલ તોડીને પ્રેમના ફૂંફાડા મારતી હોય એવું લાગે..! બાકી અસ્સલ ‘એઈઇ સાંભરો કે’ ...Read More