સિધ્ધિ દાત્રી (નવમું નોરતું)
સર્વ અલૌકિક સિદ્ધિઓ ને
રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરતી "સિદ્ધિદાત્રી માં"...
તારી આરાધનાથી થાય
અષ્ટ સિધ્ધિની પ્રાપ્તિ માં!......................
કમળ પુષ્પ પર વિરાજતા
સિંહ પર અસવાર રે માં!.......................
ચતુર્ભુજ માં સિદ્ધિદાત્રી
જગત જનની માં જગદંબા!..................
પૂરી થાય મનોકામના
ફેલાય જીવનમાં જ્ઞાનનો પ્રકાશ માં!.........
ધન્ય હો માં જગત જનની "માઁ જગદંબા"
વંદન તુજને દિલથી આરાસુરી "માં અંબિકા"
જય સિધ્ધિદાત્રી માં ,જય અંબે માઁ
નવમાં નોરતાની આપ સૌને શુભકામના
પુષ્પા એસ.ઠાકોર (પાટણ,ઉંદરા)