ટહુકા કરતા મોર ની
સફળતા છે તું
સૂકી ધરતી ને ભીજાવવાની
ધરતીપુત્ર ની માંગણી છે તું
સૂર્ય ને સંતાડતું
કાળુ વાદળ છે તું
વાતાવરણ ને મોહક દેખાડનાર
માણસ ની લાગણી છે તું
બાળકોના છબીછબીયાનો
આંનદ છે તું
એક કવિની કલમે સજનાર
પ્રકૃતિ છે તું
હે મેઘરાજ બધાનો તારણહાર છે તું
અને વહાલ વરસાવતી હેલી છે તું
- Harshida Joshi