વાત મનમાં ને મનમાં જ ખૂંચતી જાય છે,
ભલાઈ આપણી અહીં મૂર્ખાઈ ગણાય છે.
સારા વ્યવહારને લોકો નબળાઈમાં તોલે છે,
બસ, અહીં જ લોકો પોતાના દ્રષ્ટિકોણ ખોલે છે.
સારો વ્યવહાર તો આપણા સંસ્કારને દીપાવે છે,
પણ જોનાર વ્યક્તિ એમાં પોતાનું જ ચરિત્ર બતાવે છે.
સમાજની આવી વાતો દિલ પર આવીને વાગે છે,
એટલે જ આ વાતો મનમાં સદાય જાગે છે
-Nidhi.H.Vaja