દરેક બાબતમાં પોતાનું જ વિચારે છે લોકો.
મૂકો વાત મઝધારની હજુ કિનારે છે લોકો.
એક દિલથી બીજા દિલ સુધી ના પહોંચાયું,
ને જગત કહે પહોંચ્યા એ સિતારે છે લોકો.
રમત એક સ્વાર્થની જ રમતા આવડે છે એને,
ગરજ પડતા દુશ્મનને પણ આવકારે છે લોકો.
ગ્રાઉન્ડ ફ્લોરમાં આંટા મારે છે તક સાધવાને,
તોય જાતને માને છે કે પોતે મિનારે છે લોકો.
પોતાનામાં સમાય એ જ મંજુર છે એને સદા,
ના બંધબેસતા બીબામાં એને ધિક્કારે છે લોકો.
-ચૈતન્ય જોષી .'દિપક' પોરબંદર.