તારી પ્રતિક્ષાથી પધરામણી સુધી જીવવાનું છે.
તારી અપેક્ષાથી વધામણી સુધી જીવવાનું છે.
રોજ રોજ નિતનવા આકારો હોય મન તણા,
તારી ઉપેક્ષાથી તાવણી સુધી જીવવાનું છે.
ક્યાંકને ક્યાંક હશે રખેને કોઈ ભૂલ મારી કદાપી
ઉન્નત એ કક્ષાથી મનામણી સુધી જીવવાનું છે.
આમ તો કશુંએ ના ઉપજે મારું આયખા વિશે ઘાતસંઘાત રક્ષાથી ઉજવણી સુધી જીવવાનું છે.
ડગલે ને પગલે મેં ઘણી બધી આપી છે આજ સુધી,
એવી પરીક્ષાથી માપણી સુધી જીવવાનું છે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.