ગુજરાતી વાચકો માંથી ભાગ્ય જ કોઈ એવા જે ચંદ્રકાંત બક્ષી સાહેબ ને ન ઓળખતા હોય..
બક્ષી. સાહેબ.ની મેં મોટાભાગની
નિબંધ લેખન બુકો ગણી બધી વાંચી છે...
કટ્ટર લેખક અલગ અલગ વિષયો ઘણું બધું લખ્યું છે..
ઈગો .. આ બુક અલગ અલગ બુકો માંથી
લેવાયેલ બ્લોગ ટાઇપની ફોટો બુક છે..
તમારી પાસે સમય ન હોય તો ટૂંક સમયમાં વેચાય તેવી...
બધું પસાર થઈ જાય છે જીવનમાંથી.
સંબંધો સળગી જાય છે ચિતાઓ પર.
ધુમાડો રહી જાય છે.
પછી વાસ રહી જાય છે.
પછી વાસ પણ ચાલી જાય છે.
પછી સ્મૃતિ રહી જાય છે, પછી
સ્મૃતિઓ પણ ઓગળતી જાય છે.
યાદદાશ્તની એકાદ મૌસમ આવે છે,
એકાદ સ્મૃતિ ભડકીને બુઝાઈ જાય છે –
એમાં તણખલા, આગ, ગરમાહટ કંઈ જ હોતું નથી.
વરસાદ પછી રડતા એકાદ
ખૂબસૂરત શહેરની શૂન્યતા હોય છે એમાં-
-ઈગો
-ચંદ્રકાંત બક્ષી