મને મંજૂર છે.
દૂધ નથી તો ચા મને મંજૂર છે, આખી નથી તો પા મને મંજૂર છે.
એકવાર સાથે રમવા તો દો બાળકો, નવી ગેડી નવો દા મને મંજૂર છે.
મિત્ર હોય કે શત્રુ, પીઠ પ્રહાર ના કરજે, તારો સામી છાતીનો ઘા મને મંજૂર છે.
બચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંથી, તું નિસંકોચ મારા સમ ખા મને મંજૂર છે.
મળે જો તને 'સમય' કરતા સારું પાત્ર, તું તારે રાજીખુશીથી જા મને મંજૂર છે.