જીદ,
કોઈએ મને હળવેથી પૂછ્યું—
“શું તમે ક્યારેય જિદ કરો છો?”
મેં ધીમેથી કહ્યું,
“હા… પહેલાં કરતી હતી,
પણ હવે જિદ કરવી છોડી દીધી છે,
કારણ કે સમજાયું છે
કે જિદ તો ફક્ત માતા–પિતાની સાથે જ થતી હોય છે।”
માતા જીવતી હોય ત્યારે જિદ કરી લેવાય,
ન તો પછી મનમાં ખટક રહી જાય—
એ સમયે જિદ કેમ ન કરી?
દિલમાં દબાયેલા કેટલાક શબ્દો,
કેટલીક વાતો જે બોલાઈ નથી શકી,
આંખોમાં અટકેલી કોઈ યાદ
પછી દિલમાં ડૂબી જઈને ચૂભી જાય—
“એ સમયે જિદ કેમ ન કરી?”
માતા–પિતાના આગળની નાની જિદ
દિલનો એક હક હોય છે.
સમય સરકી જાય તે પહેલાં
દિલ ખોલીને કહી દેજો—
નહીં તો મનમાં ખટક રહી જશે।
(હું તો આ ઉંમરે પણ જીદ કરૂં છું
અને ભરપુર લાવ લવ છુંતમે પણ
લો....જેથી અફસોસ ન રહે)
DHAMAK