અફેર..
તે ક્યારેય તારો નહોતો... બસ તને એવો વિશ્વાસ અપાયો હતો...
કોઈ અન્યનો પતિ તમારો પ્રેમી ક્યારેય બની શકે નહીં. ભલે તે તમને ગમે તેટલો પ્રેમ વ્યક્ત કરે કે તમારી માટે દુનિયાથી લડવાના દાવા કરે, પણ આખરે, જ્યારે નિર્ણય લેવાનો સમય આવશે, ત્યારે તે સમાજ સામે પોતાની પત્નીનો જ હાથ પકડશે.
જ્યારે પોતાનો બચાવ કરવાની વાત આવશે, ત્યારે તે તમને જ ફસાવશે. પત્ની અને સમાજ સામે તે એવું સાબિત કરશે કે 'તમે જ તેની પાછળ પડ્યા હતા' અને 'તમે જ તેને ફસાવ્યો છે'.
તેણે આપેલા બધા વચનો ખોટા પડશે. તેનું સાચું વચન તો તેણે લગ્ન સમયે આપેલું છે, અને તે જ વચન તે નિભાવશે..
જો તમારું મન હજી પણ માનતું નથી અને તમે વાત કરવા માંગો છો, તો ચોક્કસ વાત કરો, પણ આ વાસ્તવિકતાઓ માટે તૈયાર રહેજો
તમે ક્યારેય એ અપેક્ષા ન રાખશો કે તે પત્નીને છોડીને તમારી સાથે ખુલ્લેઆમ રહેશે.
તમારા ભાગે હંમેશા છુપાઈને મળવું અને દરેક પગલે ગભરાટમાં જીવવું આવશે.
તહેવારો અને મોટા પ્રસંગો તે તેના પરિવાર સાથે જ ઊજવશે, તમારા માટે નહીં.
તમારે સૌથી ખરાબ પરિણામ માટે તૈયાર રહેવું પડશેઃ
એક દિવસ તેના કારણે તેના આપેલા દુખ વિશ્વાસઘાત થી તમને તે માનસિક રોગી બનાવી દેશે..
ના તમે જીવી શકશો કે ના મરી શકશો. અને એને કોઈ જ ફરક નહી પડે તમારા જીવવા મરવા રડવા થી. તમે કયા કેમ કેવા હાલ મા છો એ જોવા પૂછવા ની દરકાર કે કોઈ જાતની પરવાહ ફિકર નહી હોય તેને ફક્ત પોતાનાં પરિવારથી જ મતલબ હશે. બાકી તમે તેના લીધે મરી ને જીવશો તો પણ એને કોઈ જ ફરક નહી પડશે.. ને
એક દિવસ તે કોઈ કારણ આપ્યા વિના, તમને બધેથી બ્લોક કરીને તમારા જીવનમાંથી અચાનક ગાયબ થઈ જશે...પોતાને આ માનસિક આઘાત માટે પણ તૈયાર રાખજો...