થાય પૂજા મા લક્ષ્મીની ઘરે ઘરે,
ધનતેરસનો દિવસ બની જાય ખાસ!
ક્યાંક પૂજાય મા લક્ષ્મી,
તો પૂજે કોઈ કુબેરજીને પણ સાથે!
પૂજીએ સૌ કોઈ ધનતેરસે,
શ્રી ધન્વંતરિ દેવને પણ,
કરીએ પ્રાર્થના સ્વસ્થ જીવનની!
પ્રાગટ્યોત્સવ છે ધનતેરસ,
ધન્વંતરિ દેવનો!
આયુર્વેદનાં એ દાતા,
સમુદ્રમંથનનું રત્ન ગણાય!
ધનસંપત્તિથી મોટી સંપત્તિ,
આપણું સ્વસ્થ શરીર જ કહેવાય!