*આજકાલ* ૩૧-૮-૨૦૨૫
આજકાલ તો
એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે,
ઉમંર ખબર ન હોય તોય
બીજાને મોટા બનાવી દે,
માસી કહે,
બા કહે,
મોટી બહેન બનાવી દે.
આજે તો બધાય ડાઈ કરીને
વાળ કાળા કરીને
પોતે નાનાં બને છે ને
બીજાને મોટા બનાવી દે છે.
શું કહેવું હવે આ લોકોને?
બીજો ટ્રેન્ડ એવો ચાલે છે
કે જે તે વ્યક્તિ આપણાં ફ્રેન્ડ લિસ્ટમાં હોય.
અને એમનાં દિકરા, દિકરી કે
પૌત્ર, પૌત્રી કે દોહિત્રી ની
બર્થડેની શુભેચ્છાઓ
પાઠવીએ કે કંઈ સારું કર્યું હોય
તો અભિનંદન પાઠવીએ
એટલે
આભાર બા, કે આભાર માસી કે
આભાર દાદી કે આભાર નાની
લખે ...
અલ્યા હદ છે ?
તમે આભાર માનો છો તો
સીધું લખોને કે
આભાર ભાવના બહેન
કે આભાર બહેન..
પણ નહીં સમજે..
ત્રીજો ટ્રેન્ડ એવો શરૂ
થયો છે કે..
એકજ ઘરમાં રહેતા હોય તો
પરિવારનાં સભ્યોનાં ફોટા
પોતાની વોલ પર કે સ્ટેટ્સ માં
નહીં મૂકે..
પણ ગામ અખાના મુકશે..
પરિવારનાં ફોટા કે સ્ટેટ્સ લાઈક નહીં કરે પણ,
ગામ આખાના સભ્યો નાં ફોટા પર લાઈક, કોમેન્ટ કરશે.
ચોથો ટ્રેન્ડ એવો જોવા મળે છે કે
ફેશબુક પર જો કોઈની બર્થડે હોય તો..
એ વ્યક્તિને શુભેચ્છા પાઠવી હોય તો.
પોતાની વોલ પર સૌનો આભાર વ્યક્ત નહીં કરે..
પણ જેમણે જેમણે શુભેચ્છાઓ પાઠવી હશે એ બધાંને ટેગ કરીને
આભાર માનશે..
પણ આવું ન કરો તો નાં ચાલે?
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖