શીર્ષક: બંધન કે ઉડાન?
પ્રેમી પંખી (નર):
મને ડર લાગે છે, તું એક પવન જેવી છે,
કે કયા વળાંક પર તું દિશા બદલી જઈશ.
હું તને સમજી શકતો નથી, તું બીજાથી અલગ છે,
એટલે જ દિલમાં તને ખોઈ દેવાનો ભય છે.
પ્રેમી પંખી (માદા):
ડર શા માટે? પ્રેમ એ તો ખુલ્લું આકાશ છે,
જ્યાં પંખીઓ પાંખો ખોલીને મુક્ત થઈ શકે છે.
જો તારો પ્રેમ સાચો છે, તો વિશ્વાસ રાખજે,
ઉડાન ભલે ભરે, પણ પાછું એ તારી પાસે આવશે.
પ્રેમી પંખી (નર):
પણ પ્રેમ તો અસુરક્ષા લઈને આવે છે,
આ ભય ક્યારેય દિલમાંથી જતો નથી.
પ્રેમી પંખી (માદા):
ત્યાં જ તો પ્રેમની સાચી કસોટી છે,
જ્યાં વિશ્વાસની પાંખો ડર પર વિજય મેળવે છે.
પ્રેમ એ પકડવું નહીં, પણ મુક્ત કરવું છે,
અને વિશ્વાસ એ જ એનો સાચો બંધન છે.
DHAMAK