" મળી જો કાંધ માફક "
વીંધાતો રહ્યો, માછલીની આંખ માફક.
આવી નહીં ઊડવાય, કોઈ પાંખ માફક.
સળગતો રહ્યો છું સદા ચિંતાની ભઠ્ઠીમાં,
અંતે તો ઊડી ગયો છું સૂકી રાખ માફક.
સમજદાર કહીને બધાં સમજાવતાં રહ્યાં,
ગુજારી છે જિંદગી બસ એક વાંક માફક.
બોજ હતો જીવનભર બસ આ શ્વાસનો,
લગભગ તરી ગયો છું હું એક લાશ માફક.
મુબારક હો તમને, તમારા હજારો મિત્રો,
મારો હર એક મિત્ર છે એક લાખ માફક.
બીજું તો કંઈ નહીં પણ થઈ ગયો છું ધન્ય,
અંતિમ પડાવે મળી જો "વ્યોમ" કાંધ માફક.
✍:- વિનોદ મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર