વરસાદ નો પ્રવેશ
આવ્યો શાળામાં પ્રવેશોત્સવ ને
પ્રવેશ મેળવે નાનેરા બાળ!.....
નોતર્યા સૌ વાલીઓ ને મહેમાન પણ
ના નોતર્યો એક મેહુલિયો મહેમાન!...
અષાઢે આવ્યો પેલો મેહુલિયો
આપો પ્રવેશ મને કહેતો
જાણે બાળકો સંગાથ!...
સવાર રહેવા દીધી કોરી ને
આવવા દીધા સૌને શાળાએ,પછી
ઘેરી સૂર્યને અને કીધો થોડો અંધકાર!...
વગડાવતો જાણે વાજા ને
ચમકાવતો તે વીજ,
રિસાઈને જાણે ગરજતો ને
રોતો એ ચોધાર!.......
માં સરીખા માસ્તર પાસે
ભણવું છે મારે આજ,
પ્રવેશ આપો કહેતો જાણે
ગરજે છે કેવો આજ!.......
પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવવા
આવ્યો તે વહેલો આજ,
સાથે લાવ્યો પરિવાર જુઓ
વાદળ,વીજળીને વરસાદ!.....
ભણતા આવડશે જાણે કહેતો
પાટિયે આવી જાણે ટપકી..બતાવતો!..
ભલે,આવીજા મેહુલિયા તું
પ્રવેશ આપ્યો તને પણ આજ!.....
મોસમે તુ વરસજે મન મુકીને એવો
છલકાવજે નદી, સરોવર ને તળાવ!....
લીલુડી રાખજે ધરતી બધે
છિપાવજે તરસ સૌની બધે!.....
"માં" સમાન "માસ્તર" છે ધરતી તારી,
હરિયાળી ને સમૃધ્ધિ થકી
આપજે તુ દક્ષિણા તારી!.....
જય શ્રી કૃષ્ણ: પુષ્પા.એસ. ઠાકોર