ઓપરેશન સિંદૂર" સફળ કરનાર, સેનાને ધન્ય હો.
આતંકીઓને શોધીશોધી હણનાર, સેનાને ધન્ય હો.
લીધો બદલો પહેલગામના આતંકી હુમલાનો આજે,
લશ્કરની શાન કર્તવ્યથી વધારનાર, સેનાને ધન્ય હો.
સુવ્યવસ્થિત આયોજનને સમયસૂચકતા દેખાડીને,
આતતાયીઓનું નિર્મૂલન સ્વીકારનાર, સેનાને ધન્ય હો.
હશે હરખતી મા ભારતી આજે હર્ષાશ્રુઓ વહાવીને,
કર્તવ્ય એ જ જેના જીવન શણગાર, સેનાને ધન્ય હો.
હણીને સાતેય સ્થળે હિસાબ સરભર કેવો કરી દીધો!
ભારતમાતા સાચા છો તમે રક્ષણહાર, સેનાને ધન્ય હો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.