The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સ્ત્રીસન્માનની ભાવના અનુસરીએ , રક્ષાબંધન છે આજે. સ્ત્રીમાં બેન, બેટી માતા નિહાળીએ, રક્ષાબંધન છે આજે. ભેદભાવ જે નરનારીના છે એને માત્ર ભિન્નતા જ ગણીએ, સહુ એકમેકના પૂરક બનીને રહીએ, રક્ષાબંધન છે આજે. બહેનની રક્ષા ભાઈ કરે અને ભાઈની રક્ષા બહેન પ્રાર્થેને, વસુધૈવ કુટુમ્બકમ્ ચરિતાર્થ કરીએ, રક્ષાબંધન છે આજે. જીવ જીવનું રક્ષણ કરેને એમાં જ રહી છે ખરી માનવતા, તકરાર છોડીને એકરારને કબૂલીએ, રક્ષાબંધન છે આજે. તંતુ રક્ષા તણો એ તો પ્રતીક માત્ર પારસ્પરિક ભાવનાનો, સામ્રાજ્ય સ્નેહનું સર્વત્ર સ્વીકારીએ, રક્ષાબંધન છે આજે. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
સદાશિવને શરણે જાતાં આફત સઘળી ટળી ગઈ. કૃપા શિવની કેવી થઈ. ભોળાનાથને ભાવથી ભજતાં સન્મતિ મળી ગઈ. કૃપા શિવની કેવી થઈ. માયાવળગણ લાગ્યાં છૂટવા, શિવજી પ્રત્યે પ્રીતી થઈ. અંતર થયું આનંદિતને આશુતોષની અરજી થઈ કૃપા શિવની કેવી થઈ. લાગી જિહ્વા શિવશિવ રટવા મનની મુરાદ પૂરણ થઈ. શ્વાસે શ્વાસે સ્મરણ શિવનું, ઉરમાં પ્રેમની ભરતી થઈ. કૃપા શિવની કેવી થઈ. મનમંદિરે મહાદેવ બિરાજેને અંતરે અદભુત આરતી થઈ. શિવસમાન ન મળે જગતમાં સર્વસમર્પણની વાણી થઈ. કૃપા શિવની કેવી થઈ. નિજાનંદે રહું નિતનિત શિવમય સઘળી દ્રષ્ટિ થઈ. મળ્યું મબલખ મહાદેવથી ના કશીએ માગણી થઈ. કૃપા શિવની કેવી થઈ. સાનુકૂળ રહેજો સદાશિવ અંતરે અદભુત શાંતિ થઈ. કલિકાળની ટળી વેદના સતયુગ સમી ઝાંખી થઈ. કૃપા શિવની કેવી થઈ. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
" મહાદેવ હર " ના નારે જીવન જીવી લઈએ. પંચાક્ષર તણા ઉચ્ચારે જીવન જીવી લઈએ. વિશ્વકલ્યાણની ભાવના વિકસે માનવમાત્રમાં, એકે બની જઈને હજારે જીવન જીવી લઈએ. વિપદા પહાડ સમી ના વિચલિત કરી શકે મને. સદાશિવ તણા સથવારે જીવન જીવી લઈએ. મકસદ જીવનનો પરમને પામવા રહે નિરંતર, માનવતા કેરા આવકારે જીવન જીવી લઈએ. રીઝે કૈલાસપતિ સહેજે એવાં કામ સૌ કરીએ, આશુતોષ શિવના સહારે જીવન જીવી લઈએ. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
સર્વને સન્મતિ આપો શિવશંકર ભોળા. માનવતા જગમાં સ્થાપો શિવશંકર ભોળા. અંતરની આરઝૂ શબ્દોમાં લાવ્યો. ઝેર જગતનાં ઝીરવવામાં ફાવ્યો. સહનશીલતા સૌમાં સંચારો શિવશંકર ભોળા. નાથ દયાનિધિ કરોને દાતારી. આપદાકાળે જાઉં ના હારી. વિપદામાં મારગ સૂઝાડો શિવશંકર ભોળા. સ્વાર્થી જગતમાં જીવન આંકરું શિવસાનિધ્યે બનાવો એ ખરું. પરહિતે જિંદગી જીવાડો શિવશંકર ભોળા. દીનદુઃખીમાં મને દેવત્વ ભાસે, હરું સંકટ કોઈના એવી આશે. મનોબળ એવું વિકસાવો શિવશંકર ભોળા. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
કોઈ માંગેને આપી દઈએ, જીવન એટલું સસ્તું નથી. વટને ખાતર શહિદ થઈએ, જીવન એટલું સસ્તું નથી. ઠીક છે, સત્યને ખાતર પૂરાવા આપવાના છે જરૂરી, બાકી ગતાનુગત અનુસરીએ, જીવન એટલું સસ્તું નથી. છે જીવવાનો અધિકાર સૌને ઈશ્વરે આપ્યો અબાધિત, આવેગ કે આવેશમાં જીવીએ, જીવન એટલું સસ્તું નથી. મરવાનો કે મારવાનો હક્ક નથી કોઈ પાસે હોતો કદીએ, જીવનને સાવ વેડફી દઈએ, જીવન એટલું સસ્તું નથી. સત્કર્મોને સદાચારથી સુગંધિત થૈને જિંદગી જીવવાની, કુરબાની આપીને મોતને વરીએ, જીવન એટલું સસ્તું નથી. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
શબ્દોથી કરું સ્તુતિ તમારી હે શિવજી ભોળા. આખરે છે માનવમતિ અમારી હે શિવજી ભોળા. કૈલાસવાસી હે અવિનાશી ભક્તોના હિતકારી, ભક્તિ ભરો જીવનમાં એકધારી હે શિવજી ભોળા. અધમઉદ્ધારણ દેવ દયાળુ પાપ અમારાં પ્રજાળો. સમર્પિત તવ ચરણે ત્રિપુરારી હે શિવજી ભોળા. સર્વસ્વ માની બેઠા તમને અમને આજે સ્વીકારો, દરશન આપી કરોને દાતારી હે શિવજી ભોળા. દેવ દિલાવર દયાનિધિ દીનતા છે હરજી અમારી દેજો વાસ કૈલાસ ગંગધારી હે શિવજી ભોળા. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
ભોળાનાથને મનાવો, ભાવ ભરપૂર લાવી. સદાશિવને મનાવો, ભાવ ભરપૂર લાવી. કૈલાસે વસનારા, શિર પર ગંગધારા. આશુતોષને રીઝાવો, ભાવ ભરપૂર લાવી. કોટે મૂંઢમાળધારી, જેની વૃષભ સવારી. પંચાક્ષરે આરાધો, ભાવ ભરપૂર લાવી. નથી દાતાર કોઈ, જે શિવ સમા હોઈ, શ્રાવણે ગુણ ગાઓ, ભાવ ભરપૂર લાવી. શંકર જો કદી રીઝે, નથી નાથ એવો બીજે. શીદને વિલંબ લાવો, ભાવ ભરપૂર લાવી. શરણ એનું સ્વીકારો, મળે જ્યાં આવકારો. ઝાઝું ના વિચારો, ભાવ ભરપૂર લાવી. ભક્તિ શિવજી આપો, કષ્ટો અમારાં કાપો. ફેરો ચોરાસી ટાળો, ભાવ ભરપૂર લાવી. દીનતા દીપકની જાણી, આદ્ર બની છે વાણી. કલિકાળથી બચાવો, ભાવ ભરપૂર લાવી. ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
ઉરમાં સૂતેલાં કોઈકને જગાડે છે સાગરના તરંગો. જાણે સૂર સપ્તક ઉરે વગાડે છે સાગરના તરંગો. આવી કિનારે પામી સંઘાત પાછાં ફરનારાં ઉત્તંગ, મારી એકવિધતાને રખે ટાળે છે સાગરના તરંગો. ધવલધામ સમાં શકેને પયને પણ પડકાર ફેંકનારાં, દૂરસુદૂરથી આવી ધરાને મળે છે સાગરના તરંગો. મળી મને હશે હર્ષિત થતાં ભાળ્યાં છે મેં કિનારે, કેટલુંક મેલીને એ પરત વળે છે સાગરના તરંગો. ગીત ગાય છે ગોવિંદનું સુદામાપુરીએ મિત્રતાનું, ને એનાય ભીતરે કૈં સળવળે છે સાગરના તરંગો. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
તનાવભરી જિંદગીમાં વહે છે મિત્રતાનું ઝરણું. અતીતને પણ સજીવન કરે છે મિત્રતાનું ઝરણું. જ્યાં ના હોય કોઈ પર્દો એવી આ જગ્યા ગણું, વેદના સાથે સંવેદનાને વણે છે મિત્રતાનું ઝરણું. નાનપણની યાદ પ્રૌઢકાળે પ્રગટાવી બેસનારું છે, ધગધગતી ચિંતામાં કેટલું ઠરે છે મિત્રતાનું ઝરણું. સાવ આખ્ખાબોલા એકબીજા થૈ ઊભીએ કેવા! તોય મિત્રદુઃખે સાથ સદા આપે છે મિત્રતાનું ઝરણું. ત્રેવડ ત્રીજો ભાઈ ગણાય એમ છે મારા સૌ મિત્રો, રહી દૂર નજીકનો ભાસ કરાવે છે મિત્રતાનું ઝરણું. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
આવો આવોને ભોલેભંડારી. આવો આવોને શિવત્રિપુરારી. અવની આંગણ આજે સત્કારે. લાવોને ગિરિજા ગણેશ હારે. આવો કરીને નંદીની સવારી...1 શ્રાવણે સ્મરણ તમારું નિતનિત, સ્તુતિ પ્રાર્થનામાં અમારું ગીત. આવો ભોળાનાથ ભયહારી....2 શ્રાવણે પૂજીએ અંતરભાવ લાવી. મહાદેવ રહ્યા તમને મનાવી. ના અપરાધો જોજો વિચારી...3 સર્વસમર્પણ અમે કર્યું છે. દેવ દાતારનું ધ્યાન ધર્યું છે. દરશન આપોને દેવ દુઃખહારી...4 "દીપક "ની અરજી દેવ દિલાવર. આવોને આંગણે સદા શિવશંકર. તવ વિયોગે રહ્યા અશ્રુસારી.....5 - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser