મનરૂપી મોતીને કર્મમાં પોરવવુ જરૂરી છે,
એને દોરાના બંધનમાં બાંધવુ પણ ખૂબ જરૂરી છે,
શબ્દરૂપી સાકળને શણગારવા કલમ જરૂરી છે,
એને શાહીના બંધનમાં બાંધવુ પણ ખૂબ જરૂરી છે,
દેહરૂપી જીવને અંત:કરણમાં બેસાડવુુ જરૂરી છે,
એને ચિતના બંધનમાં બાંધવુ પણ ખૂબ જરૂરી છે,
માયારૂપી જગતમા સત્કર્મની યાત્રા જરૂરી છે,
એને સત્યના બંધનમાં બાંધવુ પણ ખૂબ જરૂરી છે.
મનોજ નાવડીયા