ઘવાયેલી લાગણીની બાબત છે.
કરાયેલી માગણીની બાબત છે.
લૈને શું બેઠા છો એક જ ગજને,
ગણાયેલી માપણીની બાબત છે.
મનોમંથને કૂચો ખાંડ્યો છે ઘણો,
બજાયેલી વાંસળીની બાબત છે.
એ બની ગયા મોટા વક્તા પછી,
મનાયેલી કામળીની બાબત છે.
એ શું ગઝલ લખવાના કદી પણ,
ટેવાયેલી આંગળીની બાબત છે.
ધૃત ખાધું હશે શૈશવમાં એણે કદી,
ભરાયેલી તાંસળીની બાબત છે.
કેમ વરતે છે એ કઠોર આટઆટલા,
તણાયેલી ચાસણીની બાબત છે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.