તું એટલે મારો પ્રણય, તું એટલે શ્વાસ છે,
તું નહીં તો લાગણી પણ માત્ર એક આભાસ છે.
આંસુઓના સાગરમાં તારી નજરે ખીલી જાઉં છું.
તું ખજાનો પ્રેમનો, હું એક તરસતી નદી છું .
મેઘ જેવી પલળીને સાંજ થોડી બોલશે,
તું ન હોત તો આ જીવન ફક્ત મૌન સમાન છે.
હાથમાં હાથ છે, બસ આમ જ સાથ આપજે
તું છેે તો જ મારાં સંસારમાં ઉલ્લાસ છે.
શબ્દ મારા ચૂપ છે, ને તું ગીતોની સરગમ છે.
તું જ ધબકતો સૂરું.હુ નિઃશબ્દતાનો વાસ છું.
તું છે કે નહીં એ સ્વપ્ન કે હકીકત મારી છે.
તું મારું સર્વસ્વ, હૃદયનો એક ખાસ હિસ્સો છે.
વેદનાની આ ગઝલમાં તારી એક કસક છે,
તું વસે મારે શ્વાસમાં, એજ એક આશ છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹