અમે જે જે એક્સપ્રેસ ગ્રુપ માં આ રવિવારે બાયો ડાયવર્ઝિટી પાર્ક જઈએ છીએ જે લોકેશન પર થી પ્રભુદાસ ઠક્કર કોલેજ નજીકથી જવાનું છે.
નજીક જ દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં હું ભણેલ પણ ઘેર આવવા મેઇન રોડ પરથી બસ પકડવાની હતી એટલે એ તરફ વિશ્વકુંજ ના રસ્તે ક્યારેય ગયો નથી.
જગ્યા પરથી એક મેમરી યાદ આવી જે ત્યારે અમદાવાદ હશે એને જ ખ્યાલ હશે.
27 જુલાઈ 1973 (27 ઓગસ્ટ હોઈ શકે) ના સાંજે અમે લાલ દરવાજા નાણાવટી લો કોલેજમાં કોઈ વકતૃત્વ કે પર્સનાલિટી જેવાના ક્લાસમાં હતા ને સાંજે 6.30 વાગે ઓચિંતી સાયરન વાગી, ક્લાસ છોડી બધાએ ભાગવાનું હતું. નહેરુ બ્રિજ પરથી એકાદ ફૂટ પાણી જતાં હતાં. મારી સાઇકલ પર હું પાછળ બેઠો ને મિત્ર જતીન પટેલે પેડલ માર્યા ને પુલ ક્રોસ કર્યો ત્યારે સાચે બારે મેઘ ખાંગા થયેલ.
બીજે દિવસે ખબર પડી કે સાબરમતીમાં એવું ભયંકર પૂર આવ્યું કે એની બે તરફના પાલડી જમાલપુર કોચરબ ના વિસ્તાર સાફ થઈ ગયા.
કોલેજ એક વીક બંધ રહી. કુતૂહલવશ કોઈ મિત્રો સાથે જૂની સ્કૂલ તરફ ગયો તો મ્યુઝિયમ અને સ્કૂલના પહેલા માળ ડૂબી ગયેલા, NID ની ખાલી છત દેખાતી હતી અને ટાગોર હોલ નો પેસેજ, પગથિયાં પાણીમાં.હોલ અર્ધો જ દેખાતો હતો.
હું NCC માં હતો. 4 દિવસ પછી પૂર ઓસર્યા ત્યારે પ્રભુદાસ કોલેજ નજીક સોસાયટીઓ માં બેઠા ઘાટના નાના તો હાઉસો માં ત્રણ ફૂટ ગંદો કાદવ. અમારે પાવડા થી આ કાદવ કાઢવાના હતા. કોઈના ઊભાં રસોડાં ન પથ્થર સુધી કાદવ હતો, નીચે ઘરવખરી તણાઈને એઓસાયટીની શેરીમાં પડેલી.
કોરોના પછી બાંધ્યા એમ મોં પર કપડાં બાંધી કામ કરેલું. એ વખતે પણ RSS કે જનસંઘ ન ખાખી ચડ્ડી વાળા યુવાનો રીસ્ક્યુ માં આવેલા.
બસ, એ વિસ્તારની મારી એક માત્ર મુલાકાત હતી.
હવે રિવર ફ્રન્ટ સાથે ફરીથી જોઈશ.
સાબરમતીએ એકાએક ખૂબ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું ને પારાવાર ખાના ખરાબી થયેલી.