ખુદને મીટાવી પાનખરે
ગરિમાથી વિદાય લીધી
યૌવનનો શણગાર સજી
વસંતે પણ કમાલ કીધી
ભગવા રંગે કેસૂડાની
શહાદત નિખરે નરી
ગરમાળોને ગુલમોરે
વરમાળા કંઠે ધરી
આમ્રકૂંજમાં મંજરી મ્હોરે
વાયરા સંગ સંગત કરી
વૃક્ષે વૃક્ષે ડાળે ડાળે
પુષ્પોએ પણ સુગંધ ભરી
ઊપવનમાં રંગત જમાવી
પંખીઓએ કલશોર કરી
મધુકર સંગ પ્રીત જતાવી
પુષ્પોએ ચિત્તચોર બની…
-કામિની