"બાળક હજુ મારું બહું નાનું છે
થાય તબિયત મારી હાલક -ડોલક
ત્યારે પ્રભુ ડર મને બહુ લાગે છે
જીવન ની કોઈ ઈચ્છા કે સપના નથી પણ
ફરજ અને જવાબદારી માટે પણ જીવન મારે હવે જીવવું છે
કેમકે, બાળક હજુ મારું બહું નાનું છે
દુનિયાદારી અને સમાજ થી હજુ એ અજાણ છે
માઁ વિના જીવન એનું જીવવું હજુ અશક્ય છે
પ્રાર્થના પ્રભુ એક જ આ દિલ ની છે વધુ નહીં પણ
બાળક મોટુ થાય ત્યાં સુધી જીવનદાન હું માંગુ છું પ્રભુ
મારા માટે નહીં પણ મારા બાળક માટે હું જીવન માંગુ છું પ્રભુ સંઘર્ષ થી ભરેલું છે આ જીવન મારું હું જાણું છું પ્રભુ
છતાં શ્રધ્ધા અને વિશ્વાસ તમ પર રાખી જીવન જીવું છું પ્રભુ
અકારણ ગુસ્સો અને ફરિયાદ તમને આ મન કરે છે પ્રભુ
હું જાણું છું પણ આ પરિસ્થિતિ સ્વીકારવી હજુ પણ અઘરી છે મારા માટે પ્રભુ
ઘા હ્રદય ના ખૂબ જ ઘેરા હોય છે રૂઝાવા એટલા જ અઘરા હોય છે
કેમ કરી પીડા સહન કરે આ મન
ઓચિતિ દુઃખ ની ઘડીઓ ને કેમ હળવી કરે આ મન
પ્રભુ તું જ રસ્તો બતાવ મને રાહ કઠિન છે પણ સરળ એને હવે બનાવ પ્રભુ
બાળક મારું નિર્દોષ અને નિરાધાર છે પ્રભુ
કૃપા કર પ્રભુ એના પર જેનો હું એક જ આધાર છું પ્રભુ
હિંમત અને શક્તિ માંગુ છું પ્રભુ આપ પાસે હું
કામ મારું પૂરું થાયે હું જ ખુદ જ આપ પાસે આવવા ની પ્રાર્થના કરીશ પ્રભુ
પણ ત્યાં સુધી જ મને જીવન વરદાન આપ આપો પ્રભુ
કેમકે બાળક મારું હજુ બહું નાનું છે પ્રભુ
હેતલ. જોશી... રાજકોટ