"દોસ્ત"
ખુબજ વ્યસ્ત જિંદગી માં,એક દોસ્ત ખાસ હોવો જોઈએ.!
ભલે ના હોય કોઈ પાસ જિંદગીમાં,
પણ જિંદગીમાંં દોસ્ત અલમસ્ત હોવો જોઈએ.!
ઊગતા પરોહની પરોઢમાં પ્રકાશ હોવો જોઈએ,
ભલે હોય રંગ આસમાની એનો, શોખ એનો લાજવાબ હોવો જોઈએ.
ખુબજ વ્યસ્ત જિંદગી માં, એક દોસ્ત ખાસ હોવો જોઈએ..!
જીવનના અંતે એક મજબુત ખંભો પાસે હોવો જોઈએ,
પરછાંઈની માફક એક દોસ્ત પાસે ઉભો હોવો જોઇએ.
ખુબજ વ્યસ્ત જિંદગી માં, એક દોસ્ત ખાસ હોવો જોઇએ..!
લાંબી કેડી પર ચાલતા પેહલા એનો પગરવ પ્રથમ હોવો જોઇએ,
એક મધુર કંઠે ધીમો સ્વર કેડી કંડારતો "સ્વયમ'ભુ હોવો જોઈએ.
ખુબજ વ્યસ્ત જિંદગીમાં,એક દોસ્ત ખાસ હોવો જોઈએ..! - અશ્વિન રાઠોડ - સ્વયમભુ