કલમકારો ની કલમ તૂટી ગઈ કે પછી ડરી ગયા છે,
લખતા કેમ નથી અન્યાય સામે કવિ મરી ગયા છે?
જે વાંચકો અને શ્રોતાઓએ તમને મોટા બનાવ્યા,
તમારી મહેફિલોમા તમારા નામના નારા લગાવ્યા.
હતા જે તમારા પુસ્તકો સાવ પસ્તીના ભાવના બધા,
પ્રચાર કરી તમારો, મોટા મુલ્યે એ લોકોએ વેચાવ્યા.
શું સત્તાના પગમાં એ કવિઓ મસ્તક ધરી ગયા છે?
પુરષ્કાર લેવામાં ભીડ કરતા, કતારમાં તમે હતા ને!
સ્વાભિમાન વેચીને આવ્યા, બજારમા તમે હતા ને!
જયચંદો, ચાપલૂસોની વાર્તાના સારમા તમે હતા ને!
ને મર્દાનગી છોડી, ન નર અને ન નારમા તમે હતા ને!
સાહિત્યના બાગમાં ગંદવાળો એ ચિતરી ગયા છે.
એક સ્ત્રી થઈ અબળાને થતા અત્યાચાર પર લખો,
નીકળતા સરઘસમા આબરૂ થઈ તાર તાર પર લખો.
કમર પર કવિતા લખતા કવિ, થોડું વિકાર પર લખો,
લોકશાહીના મધુર સ્વરના તૂટેલા સિતાર પર લખો.
મનોજ આ સાહિત્યકારો માનવતા જ ચરી ગયા છે.
મનોજ સંતોકી માનસ