ક્યાં સુધી માતા સીતાનું અપહરણ થશે?
અને ક્યાં સુધી દ્રૌપડીનું ચીરહરણ થશે?
ક્યાં સુધી બાણ લઈને શ્રી રામ આવશે?
ક્યાં સુધી ચક્રધારી શ્રી શ્યામ આવશે?
ક્યાં સુધી તે દેવીઓનું આમ મરણ થશે?
ક્યાં સુધી ધર્મની આ ભૂમિ તપતું રણ થશે?
રાતના સન્નાટામા મને ચિખો સંભળાય છે,
ધર્મની ભૂમિ પર ફરતા રાવણો દેખાય છે.
આત્મા ડુશકા ભરી ભરી ને મરે છે નારીનો,
માસુમ બાળાઓ ચૂથાતા મને દેખાય છે.
ને ક્યાં સુધી આમ ચૂંથાતુ બાળપણ થશે?
દુર્શાશનની છાતી ફાડવા બળવાન નહીં આવે,
બનો ચંડી ચામુંડા, હવે ભગવાન નહીં આવે.
ન્યાયનું એક સચોટ ઉદાહરણ તો આપો તમે,
પછી બચાવમાં કાયદાનો વિદ્વાન નહીં આવે.
શિરચ્છેદ કરો રાવણનો એ ઉદાહરણ થશે.
ભીષ્મ, દ્રોણ, કુલગુરુ પણ પરાસ્ત થયા જો,
સુવર્ણ લંકાના સૂરજ પણ અસ્ત થયા જો.
ને કૌરવકુળનું નિકંદન નીકળી ગયું કુરુક્ષેત્રમા,
સતી દ્રૌપડીના નયનો રડીને ત્રસ્ત થયા જો.
"મનોજ" સાત વર્ષની સજા શું ભરણ થશે?
મનોજ સંતોકી માનસ