હું એમ તો નહિ સમજું,
કે તારી હયાતી નથી.
જ્યાં સુધી મારા મન મહીથી
તારી યાદ જતી નથી.
તે તો કરી લીધી રમત.
લે હવે હું ફસાયો.
એક નટખટ તારી મુસ્કાન પાછળ.
હું જોને કેવો અટવાયો.
કૈંક ખૂણામાં આશાના વાદળ બાંધી,
હું તન મનથી હાર્યો.
સમજાઈ વિરહની હશે કેવી વેદના,
જેનો માર મને માર્યો.
ખિસ્સામાં બે ચાર સિક્કા નાંખી,
હું પ્રેમ ખરીદવા નીકળ્યો.
જ્યારે મળી તારી નજરમાં હાટડી.
તો પ્રેમ મોંઘો નીકળ્યો.
ફરી પાછો ઘર તરફ વળ્યો,
સમજી ઓકાત પ્રેમની નથી.
છતાં રહે છે એક અબળખો,
તારી આદત જતી નથી.