જ્યાં શાંતિ,ભોજન અને પ્રીતિનો સામુહિક સમન્વય છે,તે જગ્યા એટલે "ઘર" જ હોય.થાક્યા પાક્યા,સાંજ હોય કે સવાર બપોર હોય ઘર એ શાન્તિનું પ્રતીક છે.ઘરમાં આઝાદી હોય,ઘરમાં ગમે ત્યારે શોર બકોર કરો કોઈ રોક ટૉક નહીં.ઘરમાં માં-બાપ,ભાઇ-બેન,ભાભી અને અન્ય પણ હોય!એટલે જ ઘર ને "મંદિર" ની ઉપમા આપી છે.તેની અંદર નાનકડું મંદિર હોય અને નિત્ય પ્રભુદર્શન ભજન થતાં હોય.સામુહિક પ્રાર્થના અને ભોજન પીરસાતું હોય અને જમવામાં ઓડકાર આવી જતો હોય.આરામ અને ઊંઘ હોય.શાશ્વત શાન્તિ હોય.પરમાનંદ બાળ બની નાચતો હોય એ ઘર નમસ્કારને યોગ્ય છે.
ll ग्रुहे ग्रुहे गोप वधू कदम्बा: ll
- वात्सल्य