મા
તું હૃદય માં
હૃદયનાં દરેક ધબકારા માં
મારા અસ્તિત્વ માં
મારા જીવનની કિતાબનાં
છેલ્લાં પાના પર કવિ પરિચય માં
મારા પહેલા બોલેલા શબ્દોથી લઈને પહેલા માંડેલા પગલાં માં
મા,
તું શ્વાસોશ્વાસ માં,
તું આત્મના અહેસાસ માં,
તું સર્વોપરી શક્તિમાન પર રહેલા મારા વિશ્વાસ માં,
તું આંગળી પકડીને ચાલવા થી લઇને પાંખડી ખોલી ને ઉડવા સુધીના વિકાસ માં,
મા,
તું આયનાની અદૃશ્ય છબી માં,
તું ખુદાના માનવ રૂપે આવેલા ચહેરા માં ,
તું હોઠ પર આવેલા સ્મિત થી લઇને આંખમાં આવેલા અમી માં,
મારા ખાલી મકાન માં કોઈ જીવ પુરસે એવી ખાતરી માં.
મા,
તું સમયનાં અંત સુધી આપવા માં આવશે જે નિસ્વાર્થ પ્રેમ ના ઉદાહરણ માં,
માનવતા દ્વારા થયેલાં દરેક પરમાર્થના મૂળ માં,
તું વાસ્તવિકતાની દુનિયા માં જાદુનો પાઠ શીખવનાર પરી માં,
ફક્ત તું જ હકીકત છે આ જગતની અને હું તારા અંશ માં.
શ્રદ્ધા