એ ધોમધખતા સુરજ સરીખો,
ને હુ નાજૂક સૂરજમુખીના ફૂલ શી.
એના પ્રેમની પ્રચંડ જ્વાળા મને રોજ દઝાડતી,
તોય હુ એની સામે પ્રેમથી રોજ ઢળતી.
એનો નિયમ રોજ મને દઝાડવાનો ,
ને મારો નિયમ એની જ્વાળા સહીને દાઝવાનો.
છે પ્રેમ એનેય મુજથી અપાર,
તેથી જ તો આથમીને એ ફરી ઊગે છે મને મળવાને ખાસ.
#Sunflower