એક નવા નવા લગ્ન કરેલા ભાઈ પોતાનાં દોસ્તો સમક્ષ પોતાની પત્નીના વખાણ કરતા કહેતા: "મારી પત્ની તો "ચંદ્રમુખી" છે..!"થોડા સમય બાદ ફરી તેને તેના દોસ્તો મળ્યા ત્યારે તેમના અને ભાભીના ખબર અંતર પૂછયા. પત્નીનું પતિ પ્રત્યે વર્તન જોઈ તેણે કહ્યું: "ચંદ્રમુખી" હવે "સૂરજમુખી"માં પરાવર્તિત થઈ ગઈ છે.પહેલા જેવી ચંદ્રની "શીતળતા" ત્યજી હવે તે સૂરજની જેમ આગ ઓકે છે.. લગ્નનાં થોડા વર્ષો બાદ ફરી તેના દોસ્તો તેને મળ્યા: "કેમ છે ભાભી..? એમ પૂછ્યું.. ત્યારે તેને જણાવ્યું કે,"એ તો મજામાં છે.. પણ હું મજામાં નથી.." તેના દોસ્તોએ પૂછ્યું.. કેમ..? તેને સહજ જણાવ્યું: "જવા દો...હવે તેનો આકરો સ્વભાવ મને "જ્વાળામુખી" જેવો લાગે છે.લગ્નનાં થોડા જ સમયમાં પત્નીએ "ચંદ્રમુખી" "સુરજમુખી" અને "જ્વાળામુખી" ત્રણેય પદવી હાંસલ કરી લીધી.
#Sunflower