ઘોષણા
કઈ કેટલી ઘોષણાઓ સાંભળી
ટેકો આપ્યો, અમલમાં મૂકી, અને
ઘોષણનું લક્ષ સાધ્યું..
પણ સાચી ઘોષણા મારા હરિ એ કરી
મારા જીવન અસ્ત પહેલા,
મારા ઘડપણ વેળાએ
મને ટેકો આપ્યો આ ઘોષણાએ
જેનો અમલ કરવો અઘરો તો લાગ્યો
પણ મારા જીવનનો સાર, મારા આત્માનું કલ્યાણ, મારા મનખાનું લક્ષ
સમજાવ્યું શણગારી સજાવ્યું આ ઘોષણા થકી જે મારા અંતરમનમાં પડી મારા હરિની ઘોષણા... ચેત મનવા હવે ઉચાળા ભરી હાલો અગમની કેડી તરફ......
#Announce