#AJ #MATRUBHARTI
*સ્મરણ...*
સ્મરણ થયું ઘડીક એમનું ને,
આ આંખોને ભીનું થવું ગમ્યું!
રહી ઉભી યાદો આ પાંપણે,
ને મનને થોડું બહેકવું ગમ્યું !
કેમ સાચવું આમ ખુદને હવે,
તનહાઈમાં જોને તૂટવું ગમ્યું ?
કારણ હજાર હતા ભૂલવાના,
પણ, દિલને યાદ કરવું ગમ્યું !
થાય છે તકલીફ થોડી ઘણી,
પણ, આમજ હવે જીવવું ગમ્યું !
સ્મરણ થયું ઘડીક એમનું ને,
આ આંખોને ભીનું થવું ગમ્યું!
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી,*